મહિલાઓનો વિડીયો લેતો યુવક પકડાયો
આનંદનગરના શાકભાજી માર્કેટની ઘટના!

આનંદનગરના શાકભાજી માર્કેટમાં મહિલાઓનો વિડીયો ઊતારતો યુવક ઝડપાયો.
શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કૃષા ફ્લેટ પાસેના સબ્જીમંડી માર્કેટમાં શાક ખરીદતી મહિલાઓનો વિડીયો બનાવતો યુવક પકડાયો.
15 જાન્યુઆરીના દિવસે તે માર્કેટમાં એક મહિલાનો વિડીયો ઊતારતો હતો મહિલાને જાણ થતાં તેણે તેના પતિને ફોન કરીને બોલાવ્યો.
મહિલાનો પતિ સબ્જી માર્કેટમાં આવ્યો ત્યારે તેને યુવકને પકડીને મોબાઈલ ચેક કર્યો તો યુવકના ફોનમાં અન્ય મહિલાઓ સહિતના વિડીયો હતા. જેથી યુવકને પકડીને મેથીપાક ચખાડયો અને આ યુવકને પોલીસને હવાલે કર્યો.
યુવક વેજલપુરનો રહેવાસી હતો જેનું નામ અભિજિત ગાયકવાડ (ઉં.24 વર્ષ) હતું. આનંદનગર પોલીસે અભિજિત સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.