અમદાવાદથી લંડન સીધી ફ્લાઇથ શરૂ થશે
એર ઈન્ડિયા આપશે આ સિમલેસ સુવિધા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિયા ટુ યુકે સીધી ફ્લાઇટની સેવા શરૂ થશે.
ઈન્ડિયાની બહાર રહેતા ભારતીયો અને ધંધાકીય બાબતોથી અથવા પ્રવાસ અર્થે યુ.કે ટ્રાવેલ કરતાં લોકોમાં સીધી ફ્લાઇટની માંગ વધી છે.
ઉપરાંત તહેવારો તથા લગ્ન પ્રસંગે યુ.કેથી ભારત આવતા NRI તથા ત્યાં રહેતા લોકોમાં પણ માંગ વધી છે.
જે સ્થિતિને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયા દ્વારા આ સુવિધા 15 ફેબ્રુઆરીથી 2025થી શરૂ થવાની છે. જે ગુજરાતથી યુ.કે વચ્ચે સીમલેસ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે.
એરપોર્ટ ડિરેક્ટર સંજય રાવતે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ અઠવાડિયામાં 3 વાર ઓપરેટ થશે. ત્યાર બાદ મુસાફરોમાં તેની ડિમાન્ડ અને જરૂરિયાત મુજબ તેની ફ્રિક્વન્સી નક્કી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રી ટ્રાફિકને નિવારવા એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ ઇન્ફ્રાને અપગ્રેડ કરવા કામ કરી રહી છે.
આ ફ્લાઇટના ફાયદા રૂપ મુસાફિરોનો સમય વ્યર્થ થતો બચશે.