એરપોર્ટ પર ફ્રી શટલ સેવા શરૂ
મુસાફરોને ફ્લાઇટ પકડવા વધુ સરળતા મળશે.
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર યાત્રીઓની સુવિધાઓ માટે શટલ બસની સુવિધા શરૂ.
એરપોર્ટ પર પેસેન્જરને ડોમેસ્ટિક ટર્મિનલ 1થી ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 વચ્ચે પેસેન્જરની અવર-જવર માટે AC શટલ બસ શરૂ કરાઇ છે.
આ બસ સુવિધાથી જ્યારે પેસેન્જરોને ડોમેસ્ટિક ટુ ઇન્ટરનેશનલ અથવા ઇન્ટરનેશનલ ટુ ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવી હશે તો તેમાં સરળતા રહેશે.
આ બસમાં અવર-જવર તદ્દન ફ્રી હશે. દર 30 મિનિટે આ બસની સુવિધા મળશે. ફક્ત બપોરે 1થી 3 વાગ્યા સિવાય આ બસ ચાલુ રહેશે.
2×2 વાળી આ આરામદાયક બસમાં યાત્રીઓને ફ્રી વાઇફાઈ, CCTV કેમેરા, GPS ટ્રેકર, મેડિકલ સુવિધા, ઇમરજન્સી પેનીક બટન વગરે જેવી સુવિધા મળશે.