શહેરમાં બધાને મળશે નર્મદાનું પાણી
ધીરે ધીરે મ્યુનિ.ના બધા બોર બંધ થશે!
શહેરમાં મોટા ભાગે નર્મદાના પાણીનો સપ્લાય અપાય છે. પણ હજી ઘણા એરિયામાં મ્યુનિ. દ્વારા 319 જેટલા બોરથી પાણી અપાય છે. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીએ તબ્બકાવાર આ બોર બંધ કરવાના આદેશ આપ્યા છે. અને નર્મદાનું પાણી આપવાની નીતિ ઘડવાના નિર્દેશ પણ કર્યા છે.
જેનું મોટું કારણ બોરના પાણીમાં રહેલ ટોટલ ડિસોલ્વડ સોલીડ(TDS) જેનું પ્રમાણ 1500થી 1800 હોય છે. જે પીવાલાયક ગણાતું નથી. જ્યાં નર્મદાના પાણીમાં આ TDSનું પ્રમાણ 200થી 250 હોય છે.
કહેવાય છે કે 900થી 1200ની ઉપર TDSનું પ્રમાણ હોય તો તેને પીવાનું ટાળવું જોઈએ. અને 1200થી વધુ હોય તો તે સાવ પીવાલાયક નથી.
મ્યુનિ. સંચાલિત સ્કૂલો તથા ખાનગી સ્કૂલોમાં પણ નર્મદાનું પાણી મળે તે માટે કમિટીએ સૂચનો આપ્યા છે.
શહેરમાં આ ઝોનમાં બોર દ્વારા પાણીનો સપ્લાય આપાય છે!
ઝોન સંખ્યા
પૂર્વ 58
પશ્ચિમ 27
ઉત્તર 53
દક્ષિણ 76
મધ્ય 26
ઉ.પશ્ચિમ 47
દ.પશ્ચિમ 32
કુલ 319
શહેરમાં ઘણા નાગરિકોએ વધુ TDS વાળું પાણી પીધેલ હોવાથી તેમણે આર્થરાઇટ્સ, ઘૂંટણ સાંધાના દુખાવા અને હાડકાના રોગનું વધારે પ્રમાણ જોવા મળ્યું.
આ ઉપરાંત કમિટીએ મ્યુનિ. ઇજનેર વિભાગને ખર્ચ વગેરેના અંદાજા માટેના સૂચનો પણ આપી દીધા છે.