V. S હોસ્પિટલનું વર્ષ 25-26નું બજેટ રજૂ
કુલ ₹244 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું.

અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ચાલતા V. S હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું.
વિવાદમાં રહેલા V. S હોસ્પિટલને શરૂ રાખવા અને નવીનીકરણ માટે ₹244 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામા આવ્યું છે.
આ બજેટમાં V. S હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી ₹2 કરોડની ગ્રાન્ટ પણ મળશે. અને ₹2 કરોડની આવક થશે તેવું બજેટમાં દર્શાવાયું છે.
વર્ષ 2025-26 માટે V. S હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ₹244.90 કરોડનું બજેટ V. S બોર્ડ કમિટી આગળ મુકાયું હતું.
જે V.S હોસ્પિટલને 100 વર્ષ પુરા થયા છે તે હોસ્પિટલ માટેના બજેટમાંથી ₹40 કરોડ હોસ્પિટલના હેરિટેજ બિલ્ડિંગના સમારકામ માટે ફાળવાયા છે.
.png)
₹240.76 કરોડ મ્યુનિ. પાસેથી ગ્રાન્ટ લેવાશે.
હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા કમિટી પાસેથી તમામ ખર્ચ અને રીનોવેશન અંગે મહત્વનો રિપોર્ટ માંગ્યો છે.
હોસ્પિટલના ટ્રસ્ટી ડો. નીતિશ શાહ અને બ્રિજેશ ચિનાઈ દ્વારા ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ પાસેથી આ રિપોર્ટ માંગ્યો છે.
જેમાં તેઓના પ્રશ્નો છે કે રીનોવેશમાં શું કામ થશે ? દર્દીઓને શું સુવિધા મળશે ? તથા SVP હોસ્પિટલ જેમ ચાર્જ લેવામાં આવશે કે ફ્રીમાં સારવાર અપાશે ?
કારણ કે ટ્રસ્ટીઓ ઈચ્છે છે કે જનતાને મફતમાં સુવિધાઓ મળે.
બજેટ પ્રસ્તાવમાં નર્સિંગ સ્કૂલ, હોસ્ટેલ બિલ્ડિંગને રંગરોગાન કરવા માટે ₹50 લાખનું બજેટ અપાયું છે. હોસ્પિટલના હેરિટેજ મેઈન ટાવર બિલ્ડિંગ સાથે જોડાયેલ 1થી 6 વોર્ડના રીટ્રોફીટીંગ અને રિનોવેશન માટે ₹25 કરોડ તથા શેઠ ચિનાઈ પ્રસુતી ગૃહના રીટ્રોફીટીંગ અને રિનોવેશન માટે ₹15 કરોડની ફાળવણી કરવામાં આવી. અન્ય રકમ પગાર તથા પેન્શનમાં જાય તેમ છે.