લો-ગાર્ડન પર ફરી જામશે ખાણી-પીણી બજાર
હેપ્પી સ્ટ્રીટમાં ખાણી-પીણીના સ્ટોલ ફરી ચાલુ થશે.

લો-ગાર્ડન ખાઉગલીમાં ફરી વાર ખાણી-પીણીની દુકાનો ધમ-ધમશે.
વર્ષ 2019માં લો-ગાર્ડન ખાઉગલી હેપ્પી સ્ટ્રીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં 22 ફૂડ સ્ટોલ ચાલતા હતા. પરંતુ 17 વેપારીઓએ ભાડું વધારે હોવાના લીધે દુકાનો બંધ કરી દીધી હતી.

હવે ફરી વાર આ ખાઉગલીને ધમ-ધમતી કરવા માટે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો હતો કે પ્રતિમાસ 25 હજારનું ભાડું લઈ ફરીથી સ્ટોલ ધારકોને અહિં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે માટે હરાજી કરાઇ હતી. જેમાં 42માંથી 22 વેપારીઓએ આ બદલ રસ દાખવ્યો હતો.

NCC સર્કલથી લો-ગાર્ડન સર્કલ સુધી 18થી 22 જેટલા ફૂડ વેન્ડર્સને 11-11ના ગાળામાં બે ભાગમાં વિભાજિત કરીને જગ્યા ફાળવાશે. 3 વર્ષ માટે માસિક 25 હજારનું ભાડું નક્કી કરીને સ્ટોલ ધારકને આ દુકાનો માટે જગ્યા અપાશે.
તથા મોટા 5ના ગાળા માટે 50 હજારનું ભાડું નક્કી કરી લાઇસન્સ અપાશે. જ્યાં દર વર્ષે લાયસન્સ ફીમાં 5% ટકાનો વધારો કરાશે.