અમદાવાદનું કાંકરિયા ઝૂ બાળકો માટે ફ્રી!
એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરાશે

શહેરમાં એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે.
જે અંતર્ગત અમદાવાદમાં AMC સંચાલિત કાંકરિયા ઝૂમાં 14 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કાંકરિયા ઝૂમાં 12 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો અને વિધાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
સોમવાર સિવાય સવારે 9 થી 12 સમયગાળા વચ્ચે મુલાકાતીઓના બાળકો તથા શૈક્ષણિક સંસ્થાના વિધાર્થીઓેને એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જેની પાછળનો ઉદ્દેશ બાળકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યેની રુચિ વધારવાનો છે.

ઉપરાંત બાળકોને ટચ ટેબલ-શો તથા ફ્રેન્ડ ઓફ ઝૂ યોજનાની માહિતી આપવામાં આવશે.
સાથે સાથે બાળકોની ઉત્સુકતા વધારવા માટે વાઇલ્ડ લાઈફ પર ક્વિઝ, પોસ્ટર પ્રેઝન્ટેશન, થતાં અન્ય ગેમ્સનું આયોજન પણ કરવામાં આવશે.

એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી પાછળનો ઉદ્દેશ બાળકોમાં પશુ, પક્ષીઓ, સરિસૃપો તથા ઉભયજીવીઓ પ્રત્યે લાગણી વધે, તેમના વિષય પર શીખવાની ધગસ વધે અને તેમના માટે સંવેદના ઊભી થાય તેવો છે.