ચંડોળા લેકનો નવો લુક! એકદમ કાંકરિયા જેવો દેખાશે
ચંડોળા લેકનું બ્યુટીફિકેશન થશે! ટૂંક સમયમાં કામ શરૂ.
અમદાવાદમાં આવેલા વર્ષો જૂના ચંડોળા લેકનું થશે નવીનીકરણ!
આ લેકને કાંકરિયા લેક ફ્રન્ટ જેમ વિકસાવવામાં આવશે.
ચંડોળા લેક જેનું અસ્તિત્વ મુઘલ શાસનથી માનવામાં આવે છે. જેની હાલ સુધીની સ્થિતિ જે એકદમ કથળી ગયેલી હતી તે સમગ્ર અમદાવાદીઓએ જોયેલી જ છે, તેમાં હવે મોટા પ્રમાણમાં સુધારો જોવા મળશે.
1200 હેક્ટરમાં ફેલાયેલા આ લેકનું નવીનીકરણ 2 ફેઝમાં થશે, જ્યાં પ્રથમ ફેઝનું કામ સંકલ્પ ઇન્ફ્રા નામની કંપની કરશે. જેનો અંદાજિત ખર્ચ ₹27 કરોડ જેટલો છે. આ ડેવલપમેંટ પ્રોજેક્ટની શરૂઆતમાં ચંડોળા BRTS રોડ સાઈડનું કામ ચાલુ કરાશે.
ચંડોળા લેકના ડેવલપમેંટથી તેની દુર્દશાનો અંત આવશે. વર્ષોથી અહિં ચાલતા અસામાજિક ધંધા, બાંગ્લાદેશથી અહિં આવીને વસેલા ઘૂસણખોરોને પણ તગેડી મૂકવામાં આવશે. એક મહિના પહેલા જ અહિંથી 50થી વધુ ગેરકાયદેસર રીતે આવીને વસેલા બાંગ્લાદેશીઓને તગેડી મુકાયા હતા. અહિં તે ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આ રીતે આવીને વસેલા લોકો પર અત્યાર સુધી કાર્યવાહી કેમ થઈ નહીં ? પોલીસકર્મીઓની સાંઠગાંઠ હોય તેવા સંકેતો સામે આવે છે!
વધુમાં અહિં ફેલાયેલા દૂષણોથી આસપાસ રહેતી વસ્તી ત્રાસી ગઈ છે. અહિંના લોકો દ્વારા વાયર સળગાવીને તેમાંથી કોપર છૂટું પાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોજ થતી હતી જેનાથી આસપાસના વિસ્તારમાં ધુમાડો અને પ્રદૂષણ વધતું હતું.
પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થઈ ગયા પછી બીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવશે. જેમાં પાછળના ભાગના દબાણો દૂર કરવામાં આવશે અને અહિં ગગનચુંબી ઇમારતો બાંધવામાં આવશે.
મળતી માહિતી મુજબ એપ્રિલ 2025થી આ ડેવેલપમેન્ટ કામ શરૂ કરી દેવામાં આવશે.
ચંડોળા લેકને વધુ આકર્ષિત બનાવવા અહિં તળાવ ફરતે પાળ બાંધી તેમાં નવું પાણી લાવવામાં આવશે. જ્યાં ગ્રાઉન્ડ અને તળાવના પાણીનું લેવલ જળવાઈ રહે તે માટે 19 ખંભાતી કૂવા બનાવાશે જેનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અહિં મોટા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે જેથી અહીંનું વાતાવરણ શુદ્ધ બનશે.
તદ્ઉપરાંત અહિં એક ઇવેંટ હોલ બનાવવામાં આવશે, જેમાં 500 માણસો સમાવવાની કેપેસિટી હશે. સાથે સાથે મુખ્ય ગેટ પાસે અહિં જંગલ જિમ બનાવવામાં આવશે.
ફેઝ 2માં અહિંના પાછળના ભાગમાં આવાસો બનાવવામાં આવશે તેવું પ્લાનિંગ છે.