ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2024!
વાંચન પ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે તારીખ 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે.
જ્યાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બૂક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સહિત આખા રાજ્યના વાંચન પ્રેમીઓ માટે આ એક એવી ઈવેન્ટ છે, જ્યાં દુનિયાભરના પુસ્તકો મળી રહેશે. આ બૂક ફેસ્ટિવલમાં વિશ્વભરના 147 પ્રકાશનોના 340થી વધુ બૂક સ્ટોલ આવેલા છે. જ્યાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત તેમજ અન્ય બીજી ભાષાના પુસ્તકો મળી રહેશે.
આ બુક ફેસ્ટિવલમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, UAE તેમજ દેશભરના લેખકો તથા વક્તાઓ અહિં આવશે અને જનતા માટે તેઓના માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
અહિં બાળકો માટે ખાસ જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન છે, જ્યાં તેઓને 25 અલગ અલગ દેશોની ફિલ્મો બતાવવામાં આવશે.
આ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે નિશુલ્ક પ્રવેશ છે.
જાહેર જનતા બૂક ફેસ્ટિવલની મુલાકાત 8 ડિસેમ્બર સુધી લઈ શકશે.