નગરનું ટ્રાન્સપોર્ટેશન દેવામાં!
AMTS/BRTS મ્યુનિ.ના ભરોસે.

AMTSનું વર્ષ 2025-2026નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ચાલુ વર્ષનું કુલ બજેટ ₹682 કરોડ છે.
ગત વર્ષે AMTSનું બજેટ ₹641 કરોડ હતું. જેમાં આ વર્ષે ₹40 કરોડ જેટલો વધારો કરવામાં આવ્યો છે.
AMTSનો પગાર, પેન્શન તથા અન્ય એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં ₹13 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ દરમિયાન તેનું બજેટ ₹335 કરોડ હતું. જ્યાં આ વર્ષે તે ₹348 કરોડ થશે.
ઉપરાંત ખાનગી બસ ઓપરેટેરને ₹285 કરોડ ગત વર્ષે ચૂકવાયા હતા. જ્યાં આ વર્ષે ₹307 કરોડ ચૂકવાશે.
ગત વર્ષે AMC પાસેથી AMTS દ્વારા ₹410 કરોડની લોન લેવામાં આવી હતી. જ્યાં આ વર્ષે ₹437 કરોડની લોન લેવામાં આવશે.
આ સાથે અત્યાર સુધી AMC પાસે AMTSનું ₹4,620.77 કરોડનું લેણું બાકી બોલે છે.

આ સાથે BRTS પણ મ્યુનિ. પર જ આધારિત છે.
છેલ્લા 9 વર્ષની અંદર ₹724 કરોડની લોન BRTS એ મ્યુનિ. પાસેથી લીધેલ છે.
BRTSને સફળ બનાવવા AMTSના ઘણા રુટ બંધ કર્યા હતા. છત્તા BRTS પણ દેવામાં જ ચાલી રહી છે.
છેલ્લા બે વર્ષમાં મ્યુનિ. પાસેથી BRTSએ લોન પેટે 100-100 કરોડથી વધુ રકમની લોન લીધી છે.
જ્યાં કોન્ટ્રાક્ટર્સને દર વર્ષે સંચાલન પેટે ₹11 કરોડ ચૂકવવામાં આવે.
આમ AMTS અને BRTS બંને નુકશાનીમાં ચાલી રહી છે.