મ્યુનિ.માં મોટા પાયે બદલીઓ થશે ?
Updated on 10-01-2025 17:12
ભરતી કૌભાંડ બાદ મ્યુનિ. તંત્ર એક્ટિવ!
.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કેડરના અધિકારીઓ તથા કર્મચારીઓ જે 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર કામ કરી રહ્યા હોય તેવા તમામની બદલી કરવામાં આવશે.
હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ક્લાર્ક દ્વારા કરાયેલું કૌભાંડ બહાર આવતા મ્યુનિ. જાગી છે.
ગત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ સમય ફરજ બજાવી હોય તેવા બધા જ કેડરના મ્યુનિ.ના કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી કરાશે. જે બાદ મ્યુનિ. તંત્રમાં ખળભળાટ મચી ગયો છે
મ્યુનિ.ના વહીવટી તંત્રમાં એક જ જગ્યા પર લાંબા સમયથી રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ વધી જતી હોય છે. જેની સીધી અસર કામ પર પડતી હોય છે.
મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન ઘણા સમયથી બદલી કરવાની તૈયારીમાં હતા પરંતુ. ઘણા કારણોસર તેઓ કરી ન શક્યા. જે માટે હવે તે સામૂહિક બદલી માટે તૈયારીમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે.