ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી બાબતે રિપોર્ટ માંગ્યા!
પ્રતિબંધિત છત્તા વેચાણ! શહેરોમાં ક્યાંથી આવે છે ?

ઉત્તરાયણ આવનાર છે. એટલે શહેરમાં ચાઇનીઝ દોરીનું કાળા બઝાર શરૂ થઈ જતું હોય છે.
શહેરમાં અત્યાર સુધી ઘણા લોકો ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા છે જે સંપૂર્ણ પણે પ્રતિબંધિત છે. અને ફક્ત અમદાવાદમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી વેચતા અને આપલે કરતાં ઇસમોને પકડ્યા છે.
આવામાં હાઇકોર્ટે ચાર શહેરના પોલીસ કમિશનરની ઝાટકણી કરી છે. અને ચાઇનીઝ દોરી બાબતે રિપોર્ટ મંગાવ્યો છે.
હાઇકોર્ટની રડારમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ છે. જ્યાંના પોલીસ કમિશનરો પાસેથી હાઇકોર્ટે રિપોર્ટ માંગ્યા છે.
આ પ્રકારની દોરી ઘાતક અને જીવલેણ છે. જેના કારણે દર વર્ષે ઉત્તરાયણના ફેઝમાં અકસ્માત તથા મૃત્યુંના બનાવ બને છે. ઉપરાંત ફક્ત માણસો જ નહીં પરંતુ પક્ષીઓ અને જાનવરોને પણ નુકસાન કર્તા છે.
જ્યાં આવી વસ્તુના બેફામ વેચાણ પર હાઇકોર્ટે જવાબ માંગ્યો છે.