બોપલના જ્વેલર્સમાં ધોળા દિવસે ચોરી!
પિસ્તોલ બતાવી ચોર ટોળકીએ દુકાન લૂંટી.
.png)
ધોળા દિવસે પિસ્તોલ બતાવીને બોપલમાં થઈ ચોરી.
શહેરના બોપલ વિસ્તારમાં મેરી ગોલ્ડ સર્કલ પાસે શાલિગ્રામ પ્રાઇમમાં કનકપુરા જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલ ચોર ટોળકી બપોરે 3 વાગ્યા આસપાસ મોઢા પર રૂમાલ બાંધી અને હેલ્મેટ પહેરી 4 લૂંટારુ ઘૂસી ગયા અને વેપારીને કંઇક કરવાનો સમય મળે તે પહેલા પિસ્તોલ બતાવી મોબાઈલ ફોન છીનવી લીધો અને દુકાનની ઓફિસમાં તેમને બંધ કરી દીધા હતા.
અને ત્યાર બાદ દુકાનના બધા દાગીના થેલામાં અને ખિસ્સામાં ભરી ફરાર થયા.
.png)
બોપલમાં કનકપુરા જવેલર્સ મનસુખભાઈ તથા ભરતભાઈ લોઢીયા ભાગીદારીમાં આ જ્વેલર્સ ચલાવતા હતા. જ્યાં આ ચોરીમાં ₹50 લાખથી વધુ કિંમતના દાગીના ચોરી થયાની ફરિયાદ તેમણે નોંધાવી હતી.
પોલિસે આસપાસ નાકાબંધી ગોઠવીને તપાસ હાથ ધરી છે. તથા આસપાસથી પણ CCTV મેળવી લીધા છે.
એસ.પી ઓમ પ્રકાશ જાટના નિવેદન મુજબ અગાઉ આ ટોળકીએ રેકી કરીને પ્લાન ઘળ્યો હોય તેવું માલૂમ થઈ રહ્યું છે. તેઓ ગુજરાતની સ્થાનિક ચોર ટોળકી હોવાની પણ શંકા છે. કારણ કે તેઓ ગુજરાતી તથા હિન્દીમાં વાતો કરતાં હતા. તપાસમાં ડોગ સ્કવોડની મદદ લેવાઈ હતી. જ્યાં લૂંટારુ જે દિશામાં ગયા હતા ત્યાં ડોગ સ્કવોડ પહોંચતા એક કિલોમીટર દૂરથી હેલ્મેટ મળી આવ્યું છે.
ધોળા દિવસે આવા બનાવ સિટીમાં સુરક્ષા અભાવની સ્થિતી બતાવે છે.