મ્યુનિ. દ્વારા શ્રમિકો માટે બનાવાયા કડીયાનાકા
Updated on 18-12-2024 16:02
ચોક્કસ જગ્યા પર સુવિધા વાળું સ્થળ આપવાની યોજના.
.png)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રમિકો માટે કડીયાનાકાની સુવિધા આપી.
શ્રમિકો ઘણા-બધા વિસ્તારોમાં એક નક્કી કરેલ સ્થળ(નાકા) પર ભેગા થતાં હોય છે. અને જ્યાંથી તેમને રોજની મજૂરીનું કામ મળતું હોય છે. આવા કડિયાનાકા જાહેર રસ્તા પર ભરાતા હોય છે. જે કારણથી તેમને પ્રાથમિક સુવિધા મળતી નથી.
આ કારણથી મ્યુનિ. દ્વારા શ્રમિકોને એક ચોક્કસ સુવિધાવાળી જગ્યા આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાંથી હાલ બે સ્થળોએ આવા શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
આ શ્રમિક સુવિધા કેન્દ્ર (મોડર્ન કડીયાનાકા) બનવાથી ત્યાં એકઠા થતાં શ્રમિકોને બેસવા, જમવા, ટોઇલેટ-બાથરૂમ, પીવાનું પાણી અને ભોજન સહિતની સુવિધાઓ એક જ સ્થળે મળી જશે.
.png)
અમદાવાદમાં આવા પહેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું મ્યુનિ.ના ઉત્તર ઝોનમાં નરોડા વિસ્તારમાં તારીખ 12 ડિસેમ્બરના રોજ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કડીયાનાકાના રૂપે એક વિશાળ શેડમાં 200 જેટલા શ્રમિકોને બેસવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જ્યાં ઠંડા પાણીની સુવિધા, ટોયલેટ-બાથરૂમ સહિત લાઇટની સુવિધાની વ્યવસ્થાઓ આપવામાં આવી છે.
.png)
આ શ્રમિક સુવિધા કેન્દ્ર પર જ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેથી શ્રમિકોને ત્યાંથી જ ભોજન મળી રહે. જ્યાં મોટા ભાગના શ્રમિકો કામે જતાં સવારે જ અન્નપૂર્ણા કેન્દ્ર પરથી ટિફિન ભરાવતા હોય છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના માત્ર ₹5 લઈને પ્રતિ શ્રમિકને સાત્વિક, પોષણયુક્ત, ભોજન આપે છે. જેમાં રોટલી શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.
ગુજરાતના શ્રમિકો માટે આવી યોજના લાવવાનું અનુકરણ ગુજરાત સરકારે તમિલનાડુથી પ્રેરણા લઇને કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી આવ 291 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો આવેલા છે. જેમાંથી 99 કેન્દ્રો ફક્ત અમદાવાદમાં છે.
એક કડીયાનાકા બનાવવાનો ખર્ચ અંદાજે ₹69.67 લાખ છે. અમદાવાદમાં હાલ બે કડિયાનાકા શ્રમિકો માટે બનાવીને ખુલ્લા મુકાયા છે. તથા મ્યુનિ.ની યોજના મુજબ હજી શહેરના અન્ય વિસ્તારમાં આવા 11 જેટલા કડિયાનાકા બનાવવામાં આવશે.
આ શ્રમિક સુવિધા કેન્દ્રથી શ્રમિકોને દરેક ઋતુમાં રોજી શોધવાના સમયે છત મળી રહશે. તેમની બહાર ઊભી રહેવાની જગ્યા ખાલી થતાં ટ્રાફિકમાં પણ લોકોને રાહત મળશે.