21 ડિસેમ્બર સૌથી લાંબી રાત
ખગોળીય ઘટનાઓ માટે વિશેષ તારીખ.
21 ડિસેમ્બરને શનિવારે અવકાશમાં ખગોળીય ઘટનાઓ માટે એક વિશેષ તારીખ છે. અથાર્થ આ દિવસે સુર્યની ઉત્તર દિશામાં ગતિની શરૂઆત થશે.
આ દિવસ ઋતુચક્ર અને દિવસ રાતની અવધિની દ્રષ્ટિએ ખાસ વિશેષતા ધરાવે છે.
સાયન પદ્ધતિ અનુસાર સોમવારે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. જ્યાં સુર્યની પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ શરૂ થશે.
21 ડિસેમ્બરની રાત સૌથી લાંબી રાત હશે, દેશના વિવિધ રાજ્યો તથા શહેરોમાં રાત્રિના સમયમાં મોટા ફેરફાર જોવા મળશે.
કયા કેટલી લાંબી રાત ?
અમદાવાદ 13 કલાક 17 મિનિટ 11 સેકન્ડ
મુંબઈ 13 કલાક 01 મિનિટ 27 સેકન્ડ
ઉજ્જૈન 13 કલાક 36 મિનિટ 07 સેકન્ડ
કાશ્મીર 13 કલાક 43 મિનિટ 56 સેકન્ડ
કન્યાકુમારી 12 કલાક 21 મિનિટ 09 સેકન્ડ
ભાવનગર 13 કલાક 14 મિનિટ 10 સેકન્ડ
રાજકોટ 13 કલાક 18 મિનિટ 11 સેકન્ડ
દ્વારકા 13 કલાક 13 મિનિટ 59 સેકન્ડ
22 ડિસેમ્બરથી દિવસની અવધિ ધીમે ધીમે વધતી જશે.