Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઇટ માટે SOP જારી.

તંત્રને મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસને સ્ટ્રીટ લાઇટની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં લઈ સ્ટ્રીટ લાઇટ્સ માટે નવી ગાઈડલાઇન જારી કરી છે. 
મળતી માહિતી મુજબ શહેરના વિવિધ વિસ્તારો માંથી ફરિયાદો આવતી હતી.

શહેરમાં વિવિધ સ્થળો એ સ્ટ્રીટ લાઇટ થાંભલા પર LED લાઇટ્સ નાખવામાં આવેલી હોવા છતાં તંત્રને ફરિયાદો મળતી રહેતી હતી. જે બાબતને પ્રાધાન્ય આપી લોકોની સુવિધા અને સુરક્ષા માટે આ SOP જારી કરી.  
નવી  SOP  મુજબ 45 મીટરથી વધુ પહોળા રોડ પર 170 વૉલ્ટ અને 36 મીટરથી પહોળા રોડ પર 150 વૉલ્ટના પોલ નાખવાનો નિર્ણય.  18 મીટરથી પહોળા રોડ પર વચ્ચેના ભાગે સ્ટ્રીટ લાઇટ મુકવાની રહેશે. 

ગાઈડલાઇન મુજબ હેરીટેજ બિલ્ડિંગ તેમજ તેની આજુબાજુના રસ્તા ઉપરાંત  આઈકોનીક રોડ માટે કન્સલ્ટન્ટ દ્વારા  આપવામાં આવતી ડીઝાઈન મુજબના વૉલ્ટેજના ફીટીંગ નિયત કરવામાં આવેલી ટેકનીકલ કમિટીની મંજુરી મેળવી ઉપયોગ કરવાનો રહેશે. 
શહેરમાં રોડની પહોળાઈ મુજબ, જી.આઈ.પાઈપના સ્વેજડ પોલ ઉભા કરવા તથા આઈકોનીક રોડ માટે  કે અન્ય ખાસ પ્રકારના રોડ માટે કોનીકલ પોલ કે કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવતી ડીઝાઈન મુજબના પોલ ઉભા કરવાના રહેશે.


ગાર્ડન, લેકની ડીઝાઈન, પ્લાન્ટેશન,એસ્થેટીક લુક, વોક-વે, ગજેબો, ફુવારા, આર્કીટેકચરલ થીમ નકકી કર્યા બાદ સ્થળ પરિસ્થિતિ અનુસાર  તેમજ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ ગ્લાસ રેઈનફોર્સ્ડ પ્લાસ્ટીકના બનેલા ઈન્ટીગ્રેટેડ જંકશન બોકસ સહીતના પોલનો ઉપયોગ કરવામાં આવશે.


ચાલીઓમાં 18 ના બદલે 20 વોટ એલ.ઈ.ડી.ફીટીંગ્સ કરાશે. દરેક લાઇટના થાંભલા વચ્ચે 25 મીટરનું અંતર રાખવામાં આવશે. 4 મીટરથી લઈ 30 મીટર સુધીના પહોળા રોડ પર 4.50 મીટર થી લઈ 9.30 મીટર સુધીના પોલ નાખવામાં આવશે.  

 

 

Published by: Kunal Solanki
Published on: Nov 16, 2024
4 LIKE
SHARE
49 VIEWS

MORE NEWS