પૂર્વમાં મેટ્રો કનેક્ટિવિટી વધારવાની માંગ!
માત્ર 10 સ્ટેશન પૂર્વ વિસ્તારમાં.
.png)
અમદાવાદ પૂર્વમાં નારોલ, નિકોલ તથા નરોડા વિસ્તાર આવરી લેવા જનતાની માંગ.
મેટ્રો સિટી અમદાવાદના બધા એરિયાને મેટ્રોની કનેક્ટિવિટી મળી નથી. પૂર્વ વિસ્તારમાંથી ફક્ત 10 સ્ટેશન આવરી લેવાયા છે.
મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં ફક્ત પશ્ચિમ વિસ્તારને જ વિસ્તરણ અને વિકાસ માટે ધ્યાનમાં લેવાતું હોય તેવું પૂર્વ વિસ્તારના લોકોનું માંનવું છે.
મેટ્રો રેલના ફેઝ-1માં બંને લાઇનમાં કુલ 32 સ્ટેશનો બનાવાયા જેમાં માત્ર 10 જેટલા સ્ટેશન પૂર્વમાં રખાયા અને બાકીના બધા પશ્ચિમ વિસ્તારને અપાયા છે.
ઉત્તર-દક્ષિણ કોરીડોર તથા ફેઝ-2ની ગાંધીનગર સાથેની કનેક્ટિવિટીને પણ પશ્ચિમ વિસ્તાર સાથે જોડી છે. પૂર્વ વિસ્તારના ઘણા વિધાર્થીઓ, નોકરીયાત લોકો તથા અનેક લોકો ગાંધીનગર સુધીની રોજની અવર જવર કરતાં હોય છે. તે બાબતથી વધારે ભાડું તથા સીધી કોનેક્ટિવિટી ન મળવાના લીધે વેળફાતો સમય વગેરેનું નુકશાન થાય છે.
આ તમામ કારણોસર પૂર્વ વિસ્તારના લોકોની વ્યથા છે કે મેટ્રો રેલ પ્રોજેક્ટની કનેક્ટિવિટી દહેગામ, નિકોલ, નરોડા, નારોલમાં પણ મળે.