કાંકરિયા વિસ્તારમાંથી ઝડપાયો જુગારનો અડ્ડો
ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડયા હતા.
.png)
અમદાવાદમાં ઠેર ઠેર લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાઇ રહ્યા છે ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે તેવામાં કાગડાપીઠ પોલીસ મથકની હદમાંથી ક્રાઈમ બ્રાંચે જુગારના અડ્ડા પર દરોડા પાડીને આઠ જુગારીને ઝડપી પાડયા. આ દરમિયાન સ્થાનિક પોલીસ અને ડીસીપી ઝોન-6 એલસીબી આ બાબતથી અજાણ હતા.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને પેટ્રોલિંગમાં સ્થાનિક પોલીસ એક્ટિવ મોડમાં હતી. તે દરમિયાન કાંકરિયા વિસ્તારમાં આવેલા ઔદિચ્યનગર સોસાયટી પાસેના અંબિકા ફ્લેટમાં જુગારીઓનો અડ્ડો ચાલી રહ્યો હતો. તેવી બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે દરોડા પાડીને ફ્લેટમાંથી જુગાર રમતા નબીરાઓને ઝડપી પાડયા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ₹1.08 લાખના મુદ્દામાલ સાથે આ જુગારીઓને ઝડપ્યા હતા. જેમાં સંજય સાગઠિયા, પ્રતીક શાહ, સલીમ ઉર્ફે યુસુફ સુલેમાન પટેલ, પિંટુ કાનજી સોલંકી, પ્રકાશ અઘારા, અબ્દુલ કાદર ઘણીયાણી, ઇરફાન ખલીફા, તથા આરીફ મેમણને આ દરોડામાં ઝડપી પાડયા હતા.