આપણું અમદાવાદ, ઉડતું અમદાવાદ! ન બને તેવી આશા
Updated on 21-11-2024 12:40
શહેર માંથી રેડ દરમિયાન SOGની ટીમને ₹25 લાખનું MD ડ્રગ્સ મળ્યું.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ₹25 લાખ કિંમતના MD ડ્રગ્સ સાથે 6 ઇસમો ઝડપાયા.
અમદાવાદ નારણપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસર પાસેના એલિફન્ટા ફ્લેટમાંથી બાતમીના આધારે દરોડા પાડતા SOGની ટીમે 6 લોકોને પકડી પાડ્યા છે.
એલિફન્ટા ફ્લેટમાંથી 14 નંબરનું ઘર જે જીગ્નેશ પંડયાના નામ પર હતું, SOGની ટીમે ત્યાં રેડ કરતાં 6 શખ્સ ત્યાં હાજર મળી આવ્યા, જ્યાં વધુ તપાસ કરતાં ઘરમાંથી કઈ ન મળ્યું, પરતું એક સ્કોરપીઓ કારની ચાવી મળી આવી, વધુ તપાસ કરતાં તે સ્કોરપીઓ ગાડી ફ્લેટના પાર્કિંગમાંથી જ મળી આવી જેમાં તપાસ કરતાં ગાડી માંથી 256.860 ગ્રામનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો; જેની કિંમત ₹25 લાખ જેટલી છે. SOGની ટીમે આ જથ્થા સાથે સ્કોરપીઓ ગાડી પણ જપ્ત કરી અને 6 લોકોને હીરાસતમાં લીધા.
SOGની ટીમ ને બાતમી મળી હતી કે મોહમ્મદખાન પઠાણ રહે MP અને ફતેહવાડીમાં રહેતો મુસ્તકીમ શેખ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ નારણપુરના એલિફન્ટા ફ્લેટમાં જીગ્નેશ પંડયાના ફ્લેટ પર આવેલા છે. જ્યાંથી તેઓને અન્ય ડ્રગ્સ પેડલરોને તેનો સપ્લાય કરવાનો હતો; પરંતુ ચોક્કસ માહિતી સાથે SOGની ટીમ ત્યાં આવી પહોંચી અને તમામને મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
વધુ પૂછપરછ બાદ જાણવા મળ્યું કે મોહમ્મદખાન પઠાણ અને મુસ્તકીમ શેખ રાજસ્થાનના પ્રતાપગઢથી ડ્રગ્સ ડીલર સમીર પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદમાં જીગ્નેશ પંડયાના ઘરે નારણપુરા આવ્યા, જીગ્નેશ ડ્રગ્સનો બંધાણી હોવાથી તે અહીં ડ્રગ્સ પાર્ટીના આયોજન કરતો અને પાર્ટી માટે ભાડે પણ આપતો હતો. એલિફન્ટા ફ્લેટમાં રેડ પાડતા સમયે ત્યાંથી ઘર માલિક જીગ્નેશ પંડયા, મોહમ્મદખાન પઠાણ, મુસ્તકીમ શેખ, એજાઝ શેખ, અબરારખાન પઠાણ અને ધ્રુવ પટેલ નામના ઇસમો મળી આવ્યા જે આખા રેકેટ સાથે સંકડાયેલા હતા.
આ રેકેટમાં સપ્લાયર્સ ઊંચું કમિશન આપી અન્ય ચાર પાસે ધંધો ચલાવતા હતા.
એલિફન્ટા ફ્લેટનો માલિક જીગ્નેશ પંડયા દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે, અને આ ફ્લેટમાં એકલો રહે છે. અને પોતાના ખર્ચ કાઢવા માટે તેનો ફ્લેટ ભાડે આપતો હતો અને મોહમ્મદખાન અને મુસ્તકીમ પાસેથી લઈ આગળ ઊંચી કિંમતે વેચતો હતો.