જાન્યુઆરી મહિનામાં શરૂ કરાશે ચેનપુર અંડરપાસ
રોજના 1.5 લાખ વાહન ચાલકોને થશે ફાયદો.
.png)
ટૂંક સમયમાં ચેનપુર અંડરપાસ લોકો માટે ખુલ્લો મુકાશે.
લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલા ચેનપુર અંડરપાસના નવનિર્માણનું કામ હવે પૂરું થવાના આરે.
વૈષ્ણોદેવી તરફ્થી રાણીપ તરફ આવા વાળા લોકોને ગોતા, ચાંદલોડિયા થઈને રાણીપ 3km વધારે ટ્રાવેલ કરવું પડતું હતું તેની જગ્યા એ હવે સીધા જગતપુર થઈને ચેનપુર અંડરપાસ થઈને આ તરફ આવી શકાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના કહ્યા મુજબ ચેનપુર અંડરપાસ પાછળ ₹3.15 કરોડ જેટલો ખર્ચ થયો છે. અને હાલ તેનું 96.29% કામ પૂરું થઈ ગયું છે. આવનાર જાન્યુઆરી મહીનામાંં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ચેનપુર અંડરપાસની કુલ લંબાઈ 262.73 મીટર છે. જ્યાં જગતપૂર તરફના છેડાની લંબાઈ 129.10 મીટર જ્યારે ચેનપુર એપ્રોચ તરફની લંબાઈ 115.33 મીટર છે. અંડરપાસની પહોળાઈ 7.50 મીટર છે.
અંદાજે રોજના 1.5 લાખ વાહન ચાલકોને આ અંડરપાસ શરૂ થયા બાદ ઓછા અંતરમાં બીજા છેડે પહોંચવાનો ફાયદો થશે.
ઉત્તર ગુજરાતથી સુભાષ બ્રિજ બાજુ આવતા વાહન ચાલકો માટે એક રુટનો ઓપ્શન વધી જશે અને વાહન ચાલકોને સરળતા રહેશે.