લુખ્ખાગીરી કરનારાઓના ઘર પર બુલડોઝર
બાપુનગરમાં બનેલી ઘટનાનું પરિણામ!
બાપુનગરના ગરીબનગર વિસ્તારમાં લુખ્ખાગીરી કરીને પોલીસને ભગાડનાર ઇસમોના ઘર પર ફર્યું બુલડોઝર.
અગાઉ તારીખ 18 ડિસેમ્બર 2024ની રાત્રે બાપુનગર, ગરીબનગર ચાર રસ્તા પાસે અમદાવાદ પોલીસની સામે પડ્યા લુખ્ખા તત્વો. અને પોલીસને દાદાગીરી કરીને ભગાડી હતી.
ત્યાર બાદ અમદાવાદ પોલીસ સભાન બની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અને તમામની ધરપકડ કરી હતી.
જ્યાં પોલીસે અલ્તાફ શેખ, સમીર ઉર્ફે ચીકના, મેહબૂબ મિયા શેખ, ફૈઝલ શેખને ઘટનાક્રમે રાખી તપાસ હાથ ધરી હતી.
જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસની PCR વાન પણ પીછેહઠ કરતા તેમાં રહેલા રખિયાલ પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ધરપકડ બાદ જાણવા મળ્યું કે તે તમામના નામે આટલા ગુન્હા નોંધાયેલા છે.
ફઝલ ફરીદ અહેમદ શેખ: 16 ગુન્હા, પાસા-2
અલ્તાફ ઉર્ફે જુમ્મન: 43 ગુન્હા, પાસા-6
સમીર ચિકનો શેખ: 3 ગુન્હા, પાસા-1
અન્ની રાજપુત: 3 ગુન્હા, પાસા-1
સરવર ઉર્ફે કડવો: 21 ગુન્હા
મહેફુઝ: 3 ગુન્હા, પાસા-1
આ બાદ પોલીસ તેઓને મેથીપાક ચખાડીને તેમનું સરઘસ કાઢ્યું હતું.
હાલ તમામ કાર્યવાહી બાદ જાણ થતાં એનઓસી ન હોવાથી તેમના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું.