ટ્રેન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં મંદી!
ગત વર્ષ કરતાં વેચાણમાં મોટો ઘટાડો થયો.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો પર અપાતી સબસિડી બંધ કરી દેવાતા ગત વર્ષ કરતાં, EV માર્કેટ ઠપ!
રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર પેહલા જે સબસિડી આપતી હતી તે હવે બંધ કરી દેવાતા આ EVનાં વેચાણ એકદમ ઓછા થઈ ગયા છે. જેનું પહેલું કારણ ખરીદી પાછળ મળતી સબસિડીને બંધ કરવાની બાબત માનવામાં આવે છે.
સબસિડી બંધ થતાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં છેલ્લા એક વર્ષમાં 31% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 માં 19,676 જેટલા EV વેચાયા હતા જ્યાં વર્ષ 2024માં 13,001 જ વેચાયા હતા.
જ્યાં સુભાષબ્રિજ RTOમાં વર્ષ 2023 માં 16,512 EV સામે વર્ષ 2024માં 9,135 EV વેચાયા હતા.જેમાં 45% સીધો ઘટાડો નોંધાયો છે.
નવરાત્રી, દિવાળી જેવા તહેવારમાં પણ EVનાં ધંધામાં અસરો જોવા મળી છે, 2023માં એક મહિનામાં 596 ટુ-વ્હીલર, 124 કાર, 77 થ્રી-વ્હીલર, અને 13 ટ્રાન્સપોર્ટ એમ ટોટલ 810 EV વેચાયા હતા. જ્યાં આ વર્ષે તહેવારમાં 50% ઘટાડો જોવા મળ્યો.
પહેલા રાજ્ય સરકાર EVની ખરીદી પર સબસિડી આપતી હતી, જેમાં ટુ-વ્હીલર પર ₹20,000 , થ્રી-વ્હીલર પર ₹50,000 , અને કાર ₹1.5 જેટલી સબસિડી અપાતી હતી. પણ હવે તે નથી અપાતી.
ઓટોમોબાઈલના ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો અને ઇલેક્ટ્રિક વ્હીકલના મેન્યુફેક્ચરરોના મત મુજબ સબસિડી મુખ્ય કારણ છે, સાથે બીજા અન્ય કારણો પણ જોવા મળ્યા છે.
-ઇલેક્ટ્રિક વ્હીકલના અકસ્માત.
- બેટરીના ઇસ્યુ.
-સર્વિસ માટે ફક્ત તેના જ સર્વિસ સસ્ટેશન.
-EV ચાર્જિંગ સ્ટેશન ફક્ત કાગળ ઉપર જોવા મળે છે.
-દૂરના ટ્રાવેલિંગમાં બેટરીનું ચાર્જિંગ ખતમ થઈ જવાની ચિંતા.
-પબ્લિકના મત અનુસાર EVવ્હીકલનું આયુષ્ય અન્ય પેટ્રોલ વ્હીકલ કરતાં ઓછું.