GSRTC વિભાગની દિવાળી આ વખતે વેગમાં રહી
આ રજાના દિવસોમાં 19 લાખ લોકોએ ST સાથે મુસાફરી માણી અને ઓનલાઈન બૂકિંગમાં નોંધાવ્યો રેકોર્ડ.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ(GSRTC)ને દિવાળી ફળી.
ST વિભાગને 5 દિવસમાં થઈ ₹5.93 કરોડની ચોખ્ખી આવક.
તહેવારોની રજાઓમાં ST નિગમે તોડયા ઓનલાઈન બૂકિંગના રેકોર્ડ્સ, તારીખ 4 નવેમ્બરે 1,41,468 સીટ ઓનલાઈન બૂક થઈ હતી.
દિવાળીના આ તહેવારમાં 19 લાખ જેટલા મુસાફરોએ ST દ્વારા મુસાફરી કરી હતી.
આ સાથે તમામ લોકો કે જેઓ મુસાફરી માટે ગુજરાત ST બસનો ઉપયોગ કરે છે, તેઓની સુવિધા માટે 5 દિવસમાં 6617 વધારાની ટ્રીપની ગોઠવણ કરાઇ હતી.