શહેરને મળશે બીજો આઇકોનિક રોડ.
વિસત સર્કલથી ઝુંડાલ સુધીના રોડને ડેવેલોપ કરાશે.
શહેરમાં નવા બની રહેલા રોડ-રસ્તાઓને સુવિધા સભર બનાવવા AMCની કામગીરી શરૂ
અમદાવાદમાં વિસત સર્કલથી ઝુંડાલ સુધીનો 3.5 કિલોમીટરનો રોડ આઇકોનીક રસ્તો બનાવાશે.
આ રોડના વિકાસ પાછળ મ્યુનિ ₹79.80 કરોડનો ખર્ચ કરશે. જ્યાં રોડની બંને તરફ BRTS કોરિડોરની બંને બાજુએ નવેસરથી 6 લેન રોડ બનાવશે.
આ રોડ પર પણ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી બનનાર આઇકોનીક રોડ જેમ સાયકલ ટ્રેક, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, મનોરંજન પ્રવૃત્તિઓ, પ્લાન્ટેશન, ગ્રીન વોંક-વે બનાવાશે.
વિસતથી ઝુંડાલ સુધી બનનાર આ રસ્તા માટે પ્રતિ મીટરનો ખર્ચ ₹2.27 લાખ જેટલો થશે.
વિસત સર્કલથી ઝુંડાલ આઇકોનીક રોડની વિશેષતા :
-BRTS કોરિડોરની બંને બાજુ થઈ 6 લેન રોડ.
-રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક.
-ઓનસ્ટ્રીટ પાર્કિંગ સુવિધા.
-પ્લાન્ટેશન સાથે ગ્રીન વોક-વે.
-વેન્ડિંગ ઝોન, બેઠક માટે ગઝેબો, બેન્ચીસ, સ્કલ્પચર, લેન્ડસ્કેપિંગ સુવિધા હશે.
-આ વિસ્તારમાં મનોરંજન પ્રવૃત્તિ પણ થશે.
-ફૂડ, કિઓસ્ક અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ હશે.
-આધુનિક બસ સ્ટોપ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, લાઇટિંગ પોલ તથા થીમ લાઇટિંગ પણ હશે.
આ આઇકોનીક રોડ બનાવવાનો કોન્ટ્રેક્ટ એપેક્ષ પ્રોટેક્ટ LLPને આપવામાં આવ્યો છે.
3.5 km રસ્તા માટે ₹79 કરોડના આટલા મોટા ખર્ચને જસ્ટીફાઈ કરતાં જવાબદાર અધિકારીઓએ જણાવ્યું કે 100 km વિસ્તારમાંથી ક્વોરીમાંથી ગુણવત્તા વાળું મટિરિયલ લવાશે. રસ્તા સિવાય ફૂટપાથ, ગાર્ડન, સ્ટ્રીટ, RCC પ્રિકાસ્ટની કામગીરીનો ખર્ચ વધુ થાય તેમ છે.