ખાણી પીણીના શોખીન માટે અમદાવાદ શહેરમાં નવું નઝરાણું
પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડ પ્લાઝા.
પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી એસ.જી હાઇવે તરફના TP-23માં ફૂડ પ્લાઝા બનાવવામાં આવશે.
₹6.46 કરોડના ખર્ચે બનશે આ ફૂડ પ્લાઝા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોન સીમામાં આવતા સરખેજ વોર્ડમાં પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી એસ.જી હાઇવે તરફના રોડ પર ₹4.46 કરોડના ખર્ચે જનતા માટે ફૂડ પ્લાઝા બનાવશે.
શહેરના લોકોને જુદા-જુદા રાજ્યની અવનવી વાનગીઓ તથા દેશ વિદેશના કયુસીન્સ જેવા કે ચાઇનીઝ, મેક્સીકન, ઇટાલિયન વગેરે એક જ જગ્યા પર મળી રહે તે માટેના હેતુ થી આ ફૂડ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનનાર ફૂડ પ્લાઝામાં 28 જેટલા ફૂડ સ્ટોલ અને ડાયનિંગ એરિયા બનાવવામાં આવશે.
AMC પ્લોટની અંદર TP-23 પર FP-03 આધુનિક ફૂડ પ્લાઝા બનાવવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટી આગળ રજૂ કરાશે.
જુદા જુદા વિસ્તારોમાં આજ જ રીતે ફૂડ પ્લાઝા બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.
આ ફૂડ પ્લાઝામાં 28 દુકાનો, 312 જેટલા લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે
સાથે સાથે ટુ-વ્હીલર,ફોર-વ્હીલરના પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
અહિયાં આ ઉપરાંત ફૂડ કોમપોસ્ટર મશીન, ડ્રાય ગાર્બેજ બિનની સુવિધા સાથે આ ફૂડ પ્લાઝા ઊભું કરવામાં આવશે.
આ કોન્ટ્રેક્ટ શ્રીજી કન્સ્ટ્રક્શનને સોંપવા કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.
આ ફૂડ પ્લાઝા બનતા શહેરની ફૂડી જનતાને ખાણી પીણી માટે નવું સ્પોટ મળી જશે.