મ્યુનિ.ના ગુલદસ્તાની ખુશ્બુ વિશ્વમાં પ્રસરી
ફ્લાવર-શોના બુકેએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025એ નવી સિદ્ધિ મેળવી.
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર-શો 2025 આમ તો અચરજ પમાડે તેવો હોય જ છે. પરંતુ આ જાણીને નવાઈ લાગશે કે ફ્લાવર શોમાં બનાવાયેલ એક ફૂલોના ગુલદસ્તાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ વર્લ્ડ રેકોર્ડનું બુકે બનાવવાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શિરે જાય છે.
ફ્લાવર-શોના આ લાર્જેસ્ટ બુકેએ UAEનો 2024નો રેકોર્ડ તોડ્યો છે.
ફ્લાવર-શો 2025ના બુકેની વિશેષતાઓ
➤ ઊંચાઈ : 10.24 મીટર
➤ ત્રિજ્યા : 10.84 મીટર
➤ બુકેમાં મુકાયેલા પ્લાન્ટ્સ : 18,712
➠ ફ્લાવર-શોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું બુકે!
અગાઉ UAE 2024ના બુકેની માહિતી
➤ ઊંચાઈ : 7 મીટર
➤ ત્રિજ્યા : 7 મીટર
જૂનો રેકોર્ડ દુબઈની અલ એઇન મ્યુનિસિપાલિટીને નામ ફેબ્રુઆરી 2024માં થયો હતો.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ને મળેલું સન્માન બધા અમદાવાદીઓ માટે ગૌરવની વાત છે.