અમદાવાદ ઇન્ટરનેશનલ ફલરવાર-શો 2025
તમે મુલાકાત લીધી કે નહીં ?
.gif)
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2025ની શાનદાર શરૂઆત! વિવિધ ફૂલોના સ્કલ્પચર જોવાની મજા માણવા ભીડ ઉમટી.
ગત 3 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાવર-શો 2025નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રારંભ કરાયો હતો. આ સમારોહમાં વિવિધ રાજકીય હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
.png)
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોને અલગ રીતે શણગારવાનો પ્રયાસ કરાયો છે. ફ્લાવર-શો પાછળ મ્યુનિ.એ ₹15 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યાં ભાત-ભાતના સ્કલ્પચર બનાવવા પાછળ ₹7.5 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
દર વર્ષ કરતાં આ વર્ષે મ્યુનિ.એ દોઢથી બે ઘણો વધુ ખર્ચ કર્યો છે.
આ વર્ષના ફ્લાવરશોમાં 50થી વધુ પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલ લગાવાયા છે. અને 30થી વધુ સ્કલ્પચર લગાવાયા છે.
.png)
બાળકો તથા મોટાઓના મન પણ લુભાવે તેવા આકર્ષક સ્કલ્પચર અહિં મુકાયા છે.
ફ્લાવર શો-2025ને 6 ઝોનમાં બનાવાયેલ છે. જેમાં ભારતનો વિકાસ, ભારતનો વારસો, ભારતની સંસ્કૃતિ તથા કુદરતી સૌંદર્ય જેવા અલગ-અલગ વિષયો પર સ્કલ્પચર બનાવાયા છે.
.gif)
ફ્લાવર-શો 2025નું જાણવા જેવુ!
3 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી ચાલશે.
➨ ટિકિટ દર
➤ ચાલુ દિવસ : ₹70
➤ શનિ/રવિ : ₹100
➤ વીઆઇપી ટિકિટ : ₹500
➤ 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નિશુલ્ક પ્રવેશ.
ફ્લાવર-શો 2025ની શરૂઆતના 3 દિવસમાં જ 1.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. જેમાંથી મ્યુનિ.ને ₹4.92 કરોડની આવક થઈ.
મ્યુનિ.એ ફ્લાવર શો 2025 પાછળ ખર્ચેલ રકમમાંથી 32% જેટલી રકમ 3 દિવસમાં જ વસૂલાઈ ગઈ હતી.
ફ્લાવર-શોમાં પ્રથમ દિવસે 21,014 લોકોએ, બીજા દિવસે 36,356 લોકોએ અને ત્રીજા દિવસે 90,693 લોકોએ મુલાકાત લીધી હતી. વીઆઇપી એન્ટ્રી તો અલગ જ છે. ₹500ની ટિકિટ લઈ 3 દિવસમાં 1000થી વધુ લોકોએ એન્ટ્રી લીધી હતી.
.png)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના સોશિયલ મીડિયા પર ઇન્ટરનેશનલ ફ્લાવર-શો 2025ના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.