ખેલરત્ન 2024ના નામ જાહેર
32ને અર્જુન એવોર્ડ જેમાં 17 પેરા-એથિલિટ.
.png)
ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રાલયે ગુરુવારે ખેલ જગત માટે ભારત સરકાર તરફથી અપાતાં સન્માન માટે રમતવીરોના નામની યાદી જાહેર કરી હતી.
વર્ષ દરમ્યાન રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન આપી ભારતને સન્માન અપાવનાર ખેલાડીયોને વિવિધ પદકથી નવાજવામાં આવે છે.
.png)
આ વર્ષે 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ, 32 ખિલાડીઓને અર્જુન એવોર્ડ, 4 ખેલાડીઓને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કરાયા છે.
.png)
આ નામોની વચ્ચે ઘણા નામ એવા છે. જે વર્ષ દરમ્યાન ખૂબ જ ચર્ચિત રહ્યા હતા. જેમાં ખેલરત્ન માટે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર, યંગેસ્ટ ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી.ગુકેશ, ઓલિમ્પિકમાં હોકીણી રમતમાં જેમની કેપ્ટન્સી હેઠળ ભારત મેડલ જીત્યું તેવા કેપ્ટન હરમનપ્રીત અને પેરિસ પેરાલિમ્પિકમાં પુરુષોની ઊંચી કૂદમાં ઇતિહાસ રચનાર પ્રવીણ કુમાર એમ આ ચાર નામ જાહેર કરાયા છે.
જ્યાં 32 ખેલાડીઓના અર્જુન એવોર્ડની યાદીમાં 17 પેરા-એથલિટ છે.