રાજ્યને મળી નવી 9 મહાનગરપાલિકાઓ
ગુજરાત બન્યું કુલ 17 મહાનગરપાલિકા વાળું રાજ્ય!
.png)
ગુજરાત રાજ્યને નવા વર્ષના પહેલા દિવસે મળી 9 નવી મહાનગરપાલિકા.
મહાનગરપાલિકાના આ વિસ્તરણથી શહેરોને મળશે ઝડપી વિકાસ.
મહાનગરપાલિકા કેવી રીતે બને ?
•જે તે શહેરની વસ્તી 3 લાખ કે તેથી વધુ થાય ત્યારે રાજ્ય સરકાર તે શહેરની અલગ મહાનગરપાલિકા જાહેર કરે છે.
•જે નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ સંચાલન હેઠળ મૂકવામાં આવે છે.
•મહાનગરપાલિકા ઘોષિત કરવા આસપાસના ગામ જોડીને પણ તેને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવે છે.
કયા શહેરોને મળ્યો મહાનગરપાલિકાનો દરરજો ?
14 વર્ષ બાદ રાજ્યમાં નવી મહાનગરપાલિકાની ઘોષણા. 2010માં ગાંધીનગર મહાનગરપાલિકા ઘોષિત કરાઇ હતી.
ત્યાર બાદ 2025માં મહેસાણા, મોરબી, ગાંધીધામ, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, વાપી, પોરબંદર, નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો.
જ્યાં હવે ગુજરાત રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ.
આ સાથે સાથે ગૃહ વિભાગે નવી 9 મહાનગરપાલિકાના કમિશનરોની નિમણૂક પણ કરી દીધી.
➨મહેસાણા રવીન્દ્ર ખટાલે
➨મોરબી સ્વપ્નિલ ખરે
➨ગાંધીધામ એમ.પી પંડયા
➨નવસારી દેવ ચૌધરી
➨આણંદ મિલિંદ બાપના
➨સુરેન્દ્રનગર જી.એચ સોલંકી
➨વાપી યોગેશ ચૌધરી
➨પોરબંદર એચ.જે પ્રજાપતિ
➨નડિયાદ મિરાંત પારેખ
ગૃહવિભાગના પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર આવ્યા બાદ વહીવટદારો અને અધિકારીઓની નિમણૂક આઠથી નવ મહિનાની અંદર કરાશે. ત્યાર બાદ નવી મહાનગર પાલિકાઓને BRTS, મેટ્રો, રિવરફ્રન્ટ જેવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ અપાશે.
.png)
આ ઉપરાંત ગુજરાતને નવા વર્ષમાં વધુ બે જિલ્લા મળ્યા. જ્યાં બનાસકાંઠાને થરાદ અને બનાસકાંઠા એમ બે જિલ્લા વચ્ચે વહેચવામાં આવ્યા. જ્યાં વાવ-થરાદ એ ગુજરાતનો 34મો જિલ્લો બન્યો.
જ્યાં થરાદમાં વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, સૂઈગામમાં સમાવિષ્ટ કરાયા.
જ્યારે બનાસકાંઠામાં કાંકરેજ, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, પાલનપુર, વડગામનો સમાવેશ કરાયો.