રાજ્યનું પ્રથમ એન્ટી નાર્કોટીકસ યુનિટ શરૂ!
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે સુરત ખાતે શરૂ કરાયું.
રાજ્યમાં ડ્રગ્સના બંધાણી લોકોને આ વ્યસનથી મુક્ત કરાવવા નવી પહેલ. ગુજરાતનું સૌપ્રથમ એન્ટી નાર્કોટીકસ યુનિટ સુરતમાં શરૂ કરાયું! આ યુનિટમાં યુવાનોને ડ્રગ્સના રવાડામાંથી મુક્તિ મેળવવા માટે પોલીસકર્મી અને વિવિધ ડોક્ટરો મદદ કરશે!
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે સુરત ખાતે ગુજરાતના પ્રથમ એન્ટી નાર્કોટીકસ યુનિટની શરૂઆત કરવામાં આવી છે, આ યુનિટ રાજ્યમાં નશાને નાબૂદ કરવાનું, તેમજ નશાના લતે ચડી ગયેલા યુવાનોને સુ-માર્ગે વાળવા માટેના પ્રયત્નો કરશે.
ગુજરાતનું સૌપ્રથમ એન્ટી નાર્કોટીકસ યુનિટ સુરતમાં શરૂ કરાયું, વેસુ પોલીસ સ્ટેશનની બાજુમાં જ એન્ટી નાર્કોટીકસ યુનિટની ઑફિક કાર્યરત કરાઈ.
આ યુનિટમાં યુવાનોને ડ્રગ્સના રવાડામાંથી મુક્તિ મેળવવા માટે પોલીસકર્મી અને વિવિધ ડોક્ટરો મદદ કરશે. જેમાં ડ્રગ્સની જંજીરોમાંથી મુક્ત કરાવવા પોલીસ સાથે મોનોચિકિત્સકોની 5 સંસ્થા જોડાશે.