નવા વર્ષમાં નવા રસ્તા
દક્ષિણ ઝોનમાં રોડ રિસરફેસની કામગીરી થશે.
.png)
નવા વર્ષમાં દક્ષિણ ઝોનના અમુક વિસ્તારોને મળશે રિસરફેસ કરાયેલા રસ્તા.
મ્યુનિ.ની કામગીરી ક્યાંક સારી તો ક્યાંક નબળી જોવા મળતી હોય છે. ચોમાસા બાદ કથળી ગયેલા રોડ-રસ્તાની સ્થિતિને બદલવા મ્યુનિ.એ કરી જાહેરાત.
શહેરના દક્ષિણ ઝોનમાં ખોખરા, ઇસનપુર, ઇન્દ્રપુરી સહિતના વિસ્તારોમાં તેમજ અન્ય વોર્ડના નવા રસ્તા બનાવવા માટે મ્યુનિ. ₹18.67 કરોડનો ખર્ચ કરશે.
શહેરમાં ઠેર ઠેર હાલ ચોમાસા બાદ રોડની સ્થિતિ ખરાબ જોવા મળી રહ્યી છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. અને તંત્રનું પૂરતું ધ્યાન પડે તે પહેલા અકસ્માતો પણ સર્જાતાં હોય છે. દક્ષિણ વિસ્તારના અમુક એરિયામાં આવી સ્થિતિના નિરાકરણ માટે મ્યુનિ. હવે કામગીરી મોડમાં છે. જ્યાં રોડ રિસરફેસ અને અમુક એરિયામાં ઇન્ટરલોકીંગ પેવરબ્લોક નાખવાની કામગીરી કરાશે. જ્યાં આ ઇન્ટરલોકીંગ પેવરબ્લોક માટે મ્યુનિ. ₹53.96 લાખના ખર્ચશે.
મ્યુનિ.ના ટેન્ડર મુજબ અલગ અલગ વિસ્તારના કોન્ટ્રેક્ટરોના ભાવમાં વધુ વધ-ઘટ જોવા ન મળે તે માટે 24.50% વધુ ભાવથી ₹18.67 કરોડના ખર્ચે આ સમગ્ર કામ નક્કી કરાયું છે. બાપુનગર વોર્ડમાં પોલીસ સ્ટેશનની પાછળવાળો ગુજરાત હાઉસિંગ બોર્ડનો રોડ, શાસ્ત્રીનગર પાસે ભાવના સોસાયટી, ભક્તિનગર અંબે માતા મંદિર રોડ ઉપરાંત હાઉસિંગ બોર્ડની વસાહતો જુદા જુદા આંતરિક રસ્તાઓ પર આરસીસી રોડ બનાવી તેમજ ઇન્ટરલોકીંગ પેવરબ્લોક નાખી સમારકામ થશે.