દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદ્દ
.png)
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના નિધનની જાહેરાત બાદ સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો.
દેશમાં જ્યારે કોઈ રાજનેતા, કલાકાર કે કોઈ એવી વ્યક્તિ જેણે દેશને સન્માન અપાવે તેવું કામ કર્યું હોય તેવા લોકોના નિધન બાદ દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. જે દરમિયાન દેશમાં સરકારી કચેરીઓ પર તિરંગો અળધી કાઠી પર લહેરાવવામાં આવે છે. અને સરકારી કાર્યક્રમો તથા દેશમાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવે છે.
.png)
જે ને ધ્યાનમાં લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત હતો તેને સંપૂર્ણ પણે રદ કરવામાં આવ્યો છે.
.png)
આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શો-2025 હવે 3 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવશે.