કચરામાંથી ઉતાપન્ન થશે રોજની ૩૬૦ MW વીજળી
પીપળજમાં શાહવાડી પાસે ₹૩૭૫ કરોડના ખર્ચે વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું નિર્માણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું અમદાવાદના પીપળજ ખાતે થયુ ઉદ્ઘાટન.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ₹૩૭૫ કરોડના ખર્ચે બનેલા આ વેસ્ટનું -ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
જેમાં આર. ડી. એફ બેઝ્ડ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરીંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે.
જ્યાં દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કચરામાંથી ૬૫ TPH સ્ટીમ જનરેટ થશે, આ સ્ટીમમાંથી દર કલાકે ૧૫ MW અને દૈનિક ૩૬૦ MW વીજળી ઉત્પન્ન કરી પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે.
અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલ પ્રશંસનીય છે.
હવે અમદાવાદના પીરાણા વિસ્તારમાં આવેલા ડંપિંગ સ્ટેશનમાં કચરાના ઢગલાનો ઝડપી નિકાલ પણ થશે અને ઉપયોગ પણ થશે.