પૂર્વ પ્રધાનમંત્રી સિંઘને શ્રદ્ધાંજલિ
Updated on 27-12-2024 10:30
આદરણીય મનમોહન સિંઘે 92વર્ષે લીધા અંતિમ શ્વાસ.
.png)
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘનું 92વર્ષની વયે નિધન!
ભારતના ઇતિહાસના એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપનાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે દિલ્હી એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.
જન્મ : 26 સેપ્ટેમ્બર, 1932
નિધન : 26 ડિસેમ્બર, 2024.
આદરણીય મનમોહન સિંઘે તેમની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી.
ત્યાર બાદ વાણિજ્યક મંત્રાલયમાં આર્થિક સલાહકાર ત્યાર બાદ મુખ્ય સલાહકાર ત્યાર બાદ યોજના આયોગના પ્રમુખ ત્યાર બાદ રિસર્વ બેન્કના ગવર્નર પદ પર નિમાયા હતા.
વર્ષ 1991માં મનમોહન સિંઘને દેશના ફાયનાન્સ મિનિસ્ટર બનાવાયા અને પછી વર્ષ 2004માં દેશના 13માં વડાપ્રધાન બન્યા હતા. જ્યાં 2014 સુધી બે ટર્મના તેઓ વડાપ્રધાન રહી ભારતની ડોર હાથમાં લીધી હતી.
મનમોહન સિંઘે તેમના કાર્યકાળ દરમ્યાન ઘણા મોટા બદલાવો અમલમાં લાવ્યા હતા. તથા ઘણી યોજનાઓ પ્રજાના હિત હેતુ અમલમાં મૂકી હતી.
આવા મહાનપુરુષના નિધનની જાહેરાત બાદ તરત જ દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો.