Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ગ્યાસપુરમાં બનશે જંગલ સફારી પાર્ક

ટૂંક સમયમાં અમદાવાદને મળશે નવો ટુરિસ્ટ સ્પોટ.

અમદાવાદ ગ્યાસપુરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપૂર ખાતે આ પ્રકારના પ્રોજેક્ટ લાવવાની વિચારણા ચાલી રહી છે.  

AMC દ્વારા જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા ડિટેલ્ડ પ્રોજેક્ટ રેપોર્ટ્સ(DPR)કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.

વધુ માહિતી મુજબ અમદાવાદ કાંકરિયા લેકના ઝૂઓલોજિકલ પાર્કના વિસ્તરણ સ્વરૂપે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ગ્યાસપુર ખાતે આ વિશાળ જંગલ સફારી પાર્ક બનશે.

મળતી માહિતી મુજબ ઝૂ માસ્ટર પ્લાન 2024 મુજબ ગ્યાસપુર વિસ્તારમાં અંદાજિત 3000 એકર જમીન પર આ પ્રોજેક્ટ તૈયાર થશે.

આ પ્રોજેકટ તૈયાર કરવા સાઇટ મેપિંગ-કેસ સ્ટડી, પાર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહિં લાવવામાં આવનાર પ્રાણીઓ માટે કુદરતી રહેઠાણો ઊભા કરવા વગેરે પર ડીપ રિસર્ચ બાદ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. તથા મુલાકાતીઓની સુવિધાઓ માટે સહિતની તૈયારીઓ પર કરાશે.  

આ જંગલ સફારી પાર્ક દેશનો બીજા નંબરનો સૌથી મોટો કૃત્રિમ બાયોડાયવર્સિટી પાર્ક હશે. જેને બનાવવાનું કામ 7 તબ્બકામાં થશે. જેની પાછળ અંદાજિત 250 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રમાંથી મંજૂરી મળ્યા બાદ મ્યુનિ. આ પ્રોજેક્ટના ટેન્ડર બહાર પાડશે.

આ પ્રોજેક્ટને આ વિસ્તારમાં વર્ષોથી રહેલા ગાઢ વૃક્ષો અનુસાર જ તેની ડિઝાઇન કરવામાં આવશે. જ્યાં ઓછી માત્રામાં વૃક્ષો હશે તે વિસ્તારમાં રેસ્ટોરન્ટ્સ અને કાફે એરિયા બનાવવામાં આવશે. આ પ્રોજેકટમાં વૃક્ષો કપાશે નહીં.   

આ ઉપરાંત અહિં પક્ષી અને પ્રાણીઓ માટે કુદરતી આવાસો વિકસાવવામાં આવશે. જ્યાં ભારત અને ભારતની બહારથી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવશે. જેમાં વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ તથા દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ અહિં લવાશે. અને પર્યટકો અહિં ગીર જંગલ જેમ જીપ સફારી પણ માણી સકશે.

અહિં ઉપલબ્ધ થનારી સુવિધાઓમાં

-નાઈટ સફારી 
-ઓપન જીપ સફારી
-કેમ્પિંગ સાઇટ 
-ખુલ્લા પાંજરા 
-ડાયના પાર્ક
-બાળકો માટે પ્લે એરિયા 
-એડવેન્ચર એક્ટિવિટી 
-જોગિંગ-સાયકલ ટ્રેક

જંગલથી ઘેરાયેલા આ કૃત્રિમ  બાયોડાયવર્સિટી પાર્કથી વાતાવરણમાં દર વર્ષે અંદાજે 2100 ટન ઓક્સિજન પેદા થશે.

આ પૂરા પ્રોજેક્ટ પાછળ કેન્દ્રની મોહર લાગ્યા બાદ આ કામ શરૂ થશે.  

Published by: Kunal Solanki
Published on: Dec 28, 2024
2 LIKE
SHARE
128 VIEWS

MORE NEWS