સાઉથ બોપલમાં બિલ્ડરે કર્યા પૈસાના ઉઠામણા
Updated on 21-12-2024 16:42
200 લોકોના ₹40 કરોડ ક્યારે મળશે ?
સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોન એલએલપી ગ્રુપના બિલ્ડરનો ફ્લેટ વેચવાના નામે છેતરપિંડી.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઊભી થનાર સ્કીમના નામે પ્રિવિલોન બિલ્ડકોન એલએલપી ગ્રુપના જયદીપ કોટક અને હરેન કારિયા દ્વારા 200 લોકો સાથે લગભગ ₹40 કરોડ રૂપિયા પચાવીને સ્કીમ નહીં બનાવવાનો ગ્રાહકોનો આરોપ.
આ સ્કીમમાં બૂકિંગ કરાવનાર લોકોના જણાવ્યા અનુસાર આ કંપનીએ બોપલ-ઘુમા વિસ્તારમાં રિચમન્ડ પ્રિવિલોન નામથી 2 & 3 bhk સ્કીમ મૂકી હતી. જ્યાં 22 માળની બિલ્ડિંગમાં 66 ફ્લેટ વેચાણ માટે નક્કી કરાયા હતા. તથા 14 માળની સેલેસ્ટિયન સ્કીમ હતી જેમાં 600 ફ્લેટ હતા. જેમાં આ સ્કીમને રેરાની મંજૂરી ન હતી, તેમ છત્તા બિલ્ડરે પ્રિ-બુકિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. (બિલ્ડરે કહ્યું હતું કે પરમીશન પ્રોસેસમાં છે. જે એપ્રિલ સુધી મળી જવાની હતી).
પરંતુ બૂકિંગ કરાવનાર લોકોને આપ્યા મુજબની તારીખ ઉપરાંત પણ કામ શરૂ ન થતાં લોકોએ તપાસ કરી અને જાણવા મળ્યું હતું કે જમીન માલિક અને બિલ્ડર વચ્ચેના કોઇ કારણથી જમીનનો દસ્તાવેજ થયો ન હતો. તથા બિલ્ડર તરફથી કોઇ જવાબ પણ મળતો ન હતો. તથા તેમની ઓફિસ સાથેના સંપર્ક પણ થઈ નથી શકતા. અને બિલ્ડર બૂકિંગ કરનાર ગ્રાહકોની રકમ પણ પરત કરતો ન હતો. તેથી લોકોએ ભેગા થઈ પોલીસ ફરિયાદ કરી હતી.
પ્રોજેક્ટ પાર્ટનર હરેન કારિયાનું ઘટના પર નિવેદન : 6 મહિના પહેલા જ હું આ ગ્રૂપની ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો છું. મે જમીન માલિકને પણ જાણ કરી હતી કે જમીનના પૈસા કોઇ બિલ્ડરને નહીં પરંતુ બૂકિંગ કરાવેલ લોકોને મળવા જોઈએ. હું તે લોકોના પૈસા ડૂબવા નહીં દઉં, તેમના પૈસા તેમને જરૂર મળશે.
આ ઘટનામાં ઓનલાઈન અથવા ચેકથી પૈસા આપ્યા હશે. તેમના રેકોર્ડ હશે પરંતુ કેશમાં વ્યવહાર કરનાર લોકો હાલ ચિંતામાં છે.