Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78600.00 (+0.00)
Silver ₹ 92200.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

10 વર્ષની બાળકી પર દુષ્કર્મ!

આરોપીએ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો!

માનવતાને શરમસાર કરે તેવી ઘટના! 10 વર્ષની બાળકી પર તેના જ પિતાના સહકર્મીએ કર્યું દુષ્કર્મ.

ભરૂચના ઝઘડીયામાં ઝારખંડથી પરપ્રાંતી પરિવાર પોતાની રોજી રોટી માટે આવીને વસેલું હતું. એક દિવસ પીડિત બાળકીના પિતા કામે ગયા હતા. અને માતા અન્ય કામમાં હતા. ત્યારે આરોપી જેનું નામ વિજય પાસવાન છે. તે આ પરિવારના બાળકોને જંગલમાં લાકડા વીણવા માટે લઈ ગયો હતો. અચાનક ત્યાંથી મમ્મી મમ્મી બૂમો પડવા લાગી અને જ્યારે તેની માતા ત્યાં પહોંચી તો દીકરી લોહી લુહાણ અવસ્થામાં મળી આવી. જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે પરિવારના અન્ય બાળકોએ કહ્યું કે વિજયે તે બાળકી સાથે ગંદુ કામ કર્યું છે.

ભરૂચના એસપી મયુર ચાવડાના જણાવ્યા મુજબ આ યુવક શકના ઘેરામાં આવતો હતો. ત્યારે પુરાવાના આધારે તેની અવળી પૂછપરછ કરતાં તે ડરી ગયો અને અંતે તેણે આરોપ સ્વીકાર્યો. તેને સ્વીકાર્યું કે તેને બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. જેથી બાળકીના ગુપ્તાંગના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને આરોપીએ તે પણ સ્વીકાર્યું કે અગાઉ પણ એક મહિના પહેલા તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

પરિવારે શરમ અને સમાજની વચ્ચે ઇજ્જત બચાવવા માટે ત્યારે કોઇ પગલાં ન લીધા, જેથી આજે તેમને આ દિવસ જોવો પડ્યો હતો.

મેડિકલ રિપોર્ટ શું કહે છે ?

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આ બાળકી સારવાર હેઠળ છે. ત્યાંનાં RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતુ કે, બાળકીની સ્થિતિ ગંભીર ગણી શકાય તેમ છે. 

બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખવાથી તેના વજાઈના, યુટ્રસ, લાર્જ ઇન્ટેસ્ટઇન, સ્ટૂલ એરિયામાં ગંભીર ઇજા પહોંચી છે.

બાળકીના માતાપિતા નું નિવેદન :

વિજય પાસવાન 15 વર્ષથી અમારી સાથે કામ કરતો હતો. તેને શા માટે આવું કર્યું અમને નથી ખબર! અમે ગરીબ છીએ, અમને ન્યાય આપો!

ઝારખંડના પંચાયતી રાજના મંત્રીનું નિવેદન :

આ ઘટના બાદ પીડિતાને મળવા આવેલ ઝારખંડના રૂરલ ડેવેલપમેન્ટ પંચાયતી રાજના મંત્રી દીપિકા પાંડેએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં રોજગાર હેતુ આવતા પરપ્રાંતીઓનું સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને સહાય માટે તેઓએ ₹4 લાખની સહાય જાહેર કરી. 

હાલ બાળકીની સ્થતિ ગંભીર! બાળકી નિષ્ણાંતોની નિગરાની હેઠળ. 

Published by: Kunal Solanki
Published on: Dec 19, 2024
2 LIKE
SHARE
21 VIEWS

MORE NEWS