એસ. જી હાઇવે ઇસ્કોન મંદિર વિવાદમાં સપડાયું
Updated on 25-12-2024 15:05
પૂજારીઓ પર બ્રેઇન વોશ કરવાના આક્ષેપ લાગ્યા છે!
.png)
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર અને મંદિરના પૂજારીઓ પર લાગ્યા આરોપ.
પૂજારીઓના પ્રભાવમાં આવી દીકરી ઘરેથી ભાગી ગઈ તેવા એક યુવતીના પિતાનો ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર આક્ષેપ, હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો કેસ.
દીકરીના પિતાનું કહેવું છે કે તેમની દીકરીને આ લોકોથી જીવનું જોખમ છે, તેમની દીકરીને નિયમિત રૂપે ગાંજો-ડ્રગ્સ આપવામાં આવે છે. અને તે છ મહિનાથી લાપતા છે.
અરજદારનો આક્ષેપ છે કે મંદિરના પૂજારીએ તેમના શિષ્ય સાથે તેણીને પરણાવવાનો હુકમ કર્યો હતો. પરંતુ અરજદારે ના પાડી હતી અંતે તેઓ એ મથુરાના શિષ્ય સાથે તેમની પુત્રીને ભગાડીને તેણીના લગ્ન કરાવી દેવામાં આવ્યા.
હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરે કેસ પર વિચાર કરી યુવતીને અદાલત સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો હતો. જ્યાં કેસની આગળની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.
જ્યાં બીજી તરફ યુવતીનું નિવેદન સામે આવ્યું છે કે તે રાજીખુશીથી મંદિરના શિષ્ય સાથે ભાગી હતી અને લગ્ન પણ મરજીથી કર્યા છે, તેના પિતા તેને માર મારતા હતા. અને તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
જ્યાં હેબિયર્સ કોપર્સ દ્વારા આ યુવતીના પિતાએ ઇસ્કોન મંદિર પર એવા આક્ષેપો લગાવ્યા છે કે તેમની પુત્રીને જબરદસ્તીથી રાખવામાં આવી છે, આ મંદિરમાં છોકરીઓનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. માં-બાપ કરતાં ગુરુ જરૂરી છે તેવું શીખવાડવામાં આવે છે.
પૂજારીઓએ તમામ આક્ષેપો ફગાવ્યાં