મહંત બનવા પૈસા લાગે, અહિયાં સાબિત થયું!
જુનાગઢના મહંતે બીજા મહંતની પોલ ખોલી.
જુનાગઢના ભવનાથ મંદિરના મહંત બનવાનો સાધુનો પાખંડ બહાર પડ્યો.
જુનાગઢ ભવનાથમાં આવેલ અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ મહંતની ગાદી માટે થયેલા વિવાદે સાધુ સંતોને લોકો તોછળી નજરથી જોવે તેવા કામ બહાર આવ્યા છે.
ભૂતનાથના મહંત મહેશગીરીએ શ્રી પંચનામ જૂના અખાડાનો એક પત્ર જાહેર કર્યો છે, જેનાથી મહંત હરિગીરી પર આરોપ લગાવ્યો છે કે અખાડા માંથી હરિગીરીએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા 2 કલેકટર, ભવનાથનાં સાધુ-સંતો સહિત ₹8 કરોડની વહેચણી કરી હોવાની વાત તે પત્ર દ્વારા રજૂ કરી છે.
આ પત્ર આખાડા પરિષદના મહામંત્રી અને જૂના અખાડાના સંરક્ષક તથા ભવનાથનાં મહંત હરિગીરીના દસ્તખત વાળો આ પત્ર ભૂતનાથના મહંત મહેશગીરીએ જાહેર કર્યો છે.
આ પત્રમાં સાફ રીતે લખ્યા મુજબ ' મહંત હરિગીરી ગુરુ દત્તાત્રેગીરી ભવનાથ મંદિરને અખાડામાં હરિગીરીના નામ સાથે કલેકટર, મહામંડળેશ્વર ભારતીબાપુ , ઇન્દ્રભારથીબાપુ, મહાદેવગીરી,મુક્તાનંદ ગીરી, સહિતના લોકોને મળી મંદિરનો કબજો અને વહીવટો સોંપવાના બદલામાં સહયોગ અર્થે મારા પાસે રહેલા નાણાં તમને આપ્યા છે , તેવી માહિતી લેખિતમાં કરેલી છે. કલેકટર જ્યારે મારો કાયમી હુકમ કરી દેશે ત્યારે મંદિર મારી માલિકીનું થઈ જશે.
ભૂતનાથના મહંત મહેશગીરીએ આક્ષેપ કર્યો છે કે હરિગીરી ટોચના નેતાઓના સહયોગથી તંત્ર અને જનતાને દબાવી રહ્યા છે.
જો તેઓ ગિરનાર નહીં છોડે તો તેમના એક એક કરતુંત બહાર કાઢીશું.
તેમને અખાડાના પૈસાની હેર ફેરી કરી , સાધુ સંતોને ભડકાવ્યા છે. ધર્મને નુકશાન કર્યું છે, અને અખાડાની આબરૂને કલંક લગાડ્યો છે .
પત્રમાં કોના નામ અને કોની સાથે કેટલો વ્યવહાર ?
1) ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ભંડોળ : 5 કરોડ
2) કલેકટર આલોક કુમાર પાંડે : 50 લાખ
3) કલેકટર ડૉ. રાહુલ ગુપ્તા : 50 લાખ
4) મહામંડળેશ્વર વિશ્વભર ભારતીબાપુ : 50 લાખ
5) મહંત ઇન્દ્રભારતી બાપુ : 25 લાખ
6) સિદ્ધેશ્વર ગીરી મહંત : 25 લાખ
7) મહાદેવગીરી : 25 લાખ
8) મુક્તાનંદ ગીર કમંડળ કુંડ : 25 લાખ
9) શિવધુના વાલે : 15 લાખ
10 ) સેવા દેવી પુનિતાચાર્ય : 15 લાખ
11) જયશ્રી ગીરી ગુરુ મહંત ગીરી હરિગીરી : 25 લાખ