સાળંગપુર ધામમાં 1100 રૂમ વાળું વૈભવી અતિથિ ભવન તૈયાર!
200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ યાત્રીભવનનું ગૃહમંત્રી અમિતશાહની ઉપસ્થિતિમાં લોકાર્પણ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવના પરિસરમાં રાજ્યના સૌથી મોટા યાત્રી ભવનનું લોકાર્પણ,
31 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય શ્રી દ્વારા આ યાત્રી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સાળંગપુર ધામમાં ₹200 કરોડના ખર્ચે આ ભવ્યાતિભવ્ય અતિથિ ભવનનું નિર્માણ થયું છે.
યાત્રી ભવનની વિશેષતાઓ:
- 20 વિઘા જગ્યામાં ઇન્ડો રોમન સ્ટાઇલનું અદભુત 9,00,000 સ્ક્વેર ફૂટથી વધારે બાંધકામ
- 50 લાખ કિલો સ્ટીલનો ઉપયોગ
- બે હેલીપેડ
- આઠ માળના આ અત્યારધુનિક ભવનને ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો પ્રયાસ
- 1,000 થી વધારે હવા ઉજાસ વાળા રૂમ જેમાં 500 AC, 300 નોન AC અને 100 સ્ટાફ રૂમ
- 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ
- 2 લાખ 25 હજાર લિટર પાણી સંગ્રહની ક્ષમતા
- ગરમ પાણી માટે 9,000 લીટરનો હીટ પંપ
- 42 આરો વોટર પોઇન્ટની સુવિધા
- ભવનમાં 10 લિફ્ટ, 6 સીડી અને ફાયર સેફટી
- ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ જેવો 12,500 સ્ક્વેર ફીટનો રિસેપ્શન એરીયા
- 2500 કાર, 1000 ટુ વ્હીલર, 50 બસનું વિશાળ પાર્કિંગ
- એક સાથે 4000 લોકો જમી શકે તેવું 12000 સ્ક્વેર ફૂટનું ભવ્ય ભોજનાલય
- એક કલાકમાં 20 હજારથી વધુ લોકોની રસોઈ બની શકે તેવું 4550 સ્ક્વેર ફૂટનું વિશાળ કિચન