માનસી સર્કલ : મોડર્ન વેજીટેબલ માર્કેટનું લોકાપર્ણ થશે
Updated on 22-01-2025 11:35
આવતી કાલે ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

શહેરના માનસી સર્કલ પાસે નવનિર્મિત મોર્ડન વેજીટેબલ માર્કેટનું 23 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આ શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે.
ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ આ વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત ગૃહમંત્રી અન્ય કામોના પણ લોકાર્પણ કરશે જેનો કુલ ખર્ચ ₹94 કરોડ છે.

તદ્દન નવા પ્રકારે ઊભું કરાયેલ આ વેજીટેબલ માર્કેટમાં 78 થળા બનાવવામા આવ્યા છે.
આ થળાને ડ્રો સિસ્ટમથી નંબર લાગે તેમ ફાળવવામાં આવશે.
આ શાક માર્કેટની અન્ય શાકમાર્કેટ કરતા અલગ ખાસિયત છે. અહીં છ પાકી દુકાનો પણ બનાવવામાં આવી છે. અને આ દુકાનો શાકભાજીના વેપારીઓને ચોક્કસ રકમથી(નજીવા દરે) ભાડા પેટે આપવામાં આવશે.

શાક માર્કેટમાં મળવાની મહત્વની સુવિધાઓ
➤ દરેક વેપારીને અલગ અલગ થડા આપવામાં આવશે.
➤ શાક માર્કેટ ઉપરથી ઢંકાયેલ હોવાથી ચોમાસામાં તથા ઉનાળામાં રાહત મળશે.
➤ માર્કેટમાં લાઇટ, પંખા પીવાનું પાણી વગેરેની સુવિધાઓ પણ મળશે.
➤ ઉપરાંત પાર્કિંગ, વોશરૂમની સુવિધા પણ મળશે.
આ શાક માર્કેટનો સમય સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધીનો રહેશે. જ્યાર બાદ રાત્રે દરરોજ મ્યુનિ. દ્વારા માર્કેટની સફાઇ કરવામાં આવશે.
મ્યુનિ.ના આ પ્રોજેક્ટથી સ્થળ આસપાસ ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.
મ્યુનિ. શહેરમાં આવા 31 નવા શાક માર્કેટ બનાવવા જઈ રહ્યું છે. જેમાનું આ એક છે.
મ્યુનિ.ના 31 જેટલા માર્કેટ બનાવવાના આ પ્રોજેટકથી 3079 વેપારીઓને લાભ થશે.