ભદ્ર પ્લાઝામાં ગેરકાયદેસર દબાણ હટશે ?
7 દિવસમાં હટાવવાની ડે.કમિશનરની ખાતરી!

અમદાવાદમાં પાથરણાનું સૌથી મોટું શોપિંગ હબ એટલે લાલ દરવાજા ભદ્ર પાથરણા બઝાર
પરંતુ ગમે ત્યાં ગમે તે રીતે પાથરણા લઈ બેસવાથી સામાન્ય નાગરિકોને હાલાકી પડે છે.
માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ભદ્રકાળી મંદિર આસપાસના ગેરકાયદેસર દબાણો હટાવવાની ચર્ચા થઈ હતી.
જ્યાં AMCની ટાઉનપ્લાનિંગ કમિટીએ મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો કે આ દબાણો ક્યારે હટશે ? જ્યાં તેમણે સાત દિવસની અંદર તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી.

મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેના નિવેદન મુજબ ભદ્ર પ્લાઝામાં 844 પાથરણા વાળા કાયદેસરના છે. તે સિવાયના લોકો ગમે ત્યાં ગમે તેમ બેસીને ત્યાં રસ્તા પર અને જગ્યા પર ભીડ કરે છે.
હવે જોવું રહ્યું કે તંત્ર યોગ્ય પગલાં કેટલા સમયમાં લે છે ?