ગંદકી કરતાં એકમો સામે મ્યુનિ.ની કાર્યવાહી!
ફ્લાવર-શોમાં બે ફૂડ સ્ટોલ સીલ કર્યા.

શહેરમાં ગંદકી કરતાં એકમો પર મ્યુનિ.ની લાલ નઝર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ વિભાગ અને ફૂડ વિભાગ હાલ એક્ટિવ મોડમાં છે.
શહેરના પાલડી વોર્ડમાં હાલ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર-શો 2025માં ખાણી-પીણીના બે સ્ટોલને ગંદકી કરવા બદલ પહેલા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ કોઈ સુધારો ન થતાં ફૂડ વિભાગની ટીમે બે ફૂડ સ્ટોલને સીલ કરી દીધા છે .

સાથે સાથે મ્યુનિ. એ અવેરનેસ માટે ફ્લાવર-શોમાં ભીના કચરા તથા સૂકા કચરાને અલગ અલગ ફેંકવાની માહિતીઓ આપી હતી.

મ્યુનિ.ના વિવિધ ઝોનના અધિકારીઓ સાઇટ વિઝિટ પર જઈને તાત્કાલિક ધોરણે ગંદકી કરતાં એકમોને નોટિસ ફટકારી રહ્યા છે.
હાલ મ્યુનિ.ના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા અને જાહેરમાં ગંદગી ફેલાવતા 3 એકમો મ્યુનિ.એ સીલ કર્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી મ્યુનિ.એ ઉત્તર પશ્ચિમ ઝોનના 200થી વધુ એકમોની તપાસ કરી હતી અને 180થી વધુને નોટિસ અપાઈ હતી. જે એકમો જાહેરમાં ગંદકી કરતાં હતા. તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં હતા.