ગેરકાયદેસર એકમો પર મ્યુનિ.ની ત્રાટકી
નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદેસર એકમ તોડયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે.
ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોને અગાઉ નોટિસ ફટકારીને પછી આ રીતે કબ્જે કરેલા પ્લોટ અને તેની ઉપર બનાવેલી મિલકતોને તોડી પાડવાની કામગીરી મ્યુનિ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ છે.
પૂર્વ ઝોન અંતર્ગત આવતા વસ્ત્રાલ અને નિકોલમાં હાલ એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવા આવી પહોંચી હતી.
જ્યાં નિકોલ વિસ્તારમાં ટેસ્ટી ખમણની બાજુમાં કેનાલ પછી તરત જ જીવન વાડી આગળ ગેરકાયદેસર દબાણ તોડયા હતા.
આ સાથે વસ્ત્રાલ મેટ્રો લાઇન એરિયામાં મહાદેવ નગરના ટેકરામાં પણ ગેરકાયદેસર દબાણ તોડયા હતા.