Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

રાજ્યમાં શરૂ થઈ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના!

બાળકોના સ્વસ્થ જીવન ધોરણ માટે સરકારે લીધો નિર્ણય.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો કર્યો નિર્ણય.

આ યોજના મુજબ રાજ્યની  32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.

આ યોજના હેઠળ મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50% માનદવેતન વધારો મળીને આ યોજના માટે સમગ્રરૂપે વાર્ષિક ₹617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્દઉપરાંત, પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ₹3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક ₹1500 માનદ વેતન આપવામાં આવશે.

આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29  વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આવા 81  તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05  લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.

બાળકોને સ્વસ્થ જીવન ધોરણ મળે તે માટે સરકારે લીધો આ નિર્ણય. 

Published by: Kunal Solanki
Published on: Dec 02, 2024
3 LIKE
SHARE
54 VIEWS

MORE NEWS