હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
હીરા ઘસવાની ઘંટીઓ ભંગારમાં!
હીરા ઉદ્યોગને મંદીનો માર! માર્કેટમાં નુકશાનીથી હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા પરિવારોની મુશ્કેલીઓ વધી!
અમદાવાદ મીડિયાના સરદાર પટેલ ડાયમંડ માર્કેટ બાપુનગરના વિશિષ્ટ અહેવાલ મુજબ હાલ આ માર્કેટ એકદમ મંદીનો માર વેઠી રહ્યું છે. જેના માટે ઘણા કારણો જવાબદાર છે.
સરદાર પટેલ ડાયમંડ માર્કેટ (અમદાવાદ)નો ઇતિહાસ
કહેવાય છે કે અમદાવાદમાં ક્યારેય પણ કોઇ પણ હીરાની લે-વેચ થઈ હશે! તો તે અહિંથી જ થઈ હશે. હીરાના ટ્રેડર્સ અહિં તૈયાર હીરાનું ટ્રેડિંગ કરે છે. પાછલા સમયમાં 7000થી વધારે ઝવેરીઓ અહિં હીરાનું ટ્રેડિંગ કરતાં પણ હવે ફક્ત 943 ટ્રેડર્સ જ રહ્યા છે.
અમદાવાદમાં આ ડાયમંડ માર્કેટ પહેલા બાપુનગરના કવિ નગર બાજુ સ્થિત હતું. પરંતુ અસામાજિક તત્વોના ત્રાસથી તે માર્કેટને ત્યાંથી ખસેડીને વર્ષ 1987માં શાસ્ત્રી રોડ પર બનાવાયું હતું.
તે સમયગાળામાં હીરા ઉદ્યોગ તેજીમાં હતો. જ્યાં વર્ષ 1987 પહેલા દેશી ઘંટીમાં હીરા પોલીસિંગનું કામ થતું હતું. એ પછી સેમી ઘંટી અસ્તિત્વમાં આવી અને હીરા ઉદ્યોગ વધુ ચમક્યો.
હીરા ઉદ્યોગમાં સુરત તથા મુંબઈ ઘણું આગળ છે. પણ અમદાવાદના કુશળ કારીગરો અને વેપારીઓનું પણ આ ઉદ્યોગમાં મોટું યોગદાન રહ્યું છે.
બજારમાં ટ્રેડર્સ ઘટવાના કારણ કયા ?
પહેલું કારણ એવું માનવામાં આવે છે કે નવી પેઢી આ ઉદ્યોગમાં જોડાવા માંગતી નથી. જૂના ટ્રેડર્સ હીરા ઉદ્યોગમાંથી સારું કમાઈને અન્ય ક્ષેત્રોમાં ધંધા ખોલીને સેટ થઈ ગયા છે. બીજા જૂના વેપારીઓ પાસે હજી પણ સારો ધંધો છે. જેથી તેમને તેજી મંદીનો વધારે ફરક નથી!
અન્ય કારણમાં ઈઝરાયેલ રશિયા વચ્ચે ચાલતું યુદ્ધ! આ દેશ હીરા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે અને તૈયાર માલ ખરીદે પણ છે તેથી અહિયાં મંદી આવવી સ્વાભાવિક છે.
બીજું મુખ્ય કારણ જેણે વેપારીઓની ચિંતા વધારી છે! તે છે લેબમાં તૈયાર થતો અપ્રાકૃતિક સિન્થેટિક ડાયમંડ. જે માઇનિંગ કરીને નથી લવાતો અને સરળતાથી બજારમાં ઉપલબ્ધ થઈ જાય છે. જેની માંગ પણ વધારે છે.
કારખાનાના માલિકોની વ્યથા!
મળતી માહિતી મુજબ ધંધો ન હોવાથી તેઓ કારખાના અને હીરા ઘસવાની ઘંટી વેચવા મજબૂર બન્યા છે. જેની અસર સુરતમાં પણ જોવા મળી રહી છે. વરાછા અને કતારગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં બંધ થયેલ હીરાના કારખાનાની ઘંટીઓના ઢગલા સ્ક્રેપમાં જોવા મળી રહ્યાં છે. લગભગ 3500થી વધુ ઘંટી હાલ સ્ક્રેપમાં પડી છે.
માર્કેટમાં રફ ડાયમંડની આવક ઘટતા ઘણા કારખાના બંધ થયા છે. રત્ન કલાકારો અન્ય રોજગાર શોધવાની હોળમાં.
મળતી માહિતી મુજબ હીરાને ચમક આપનાર રત્ન કલાકારો શહેરમાં કેબ-ટેક્સી, પૌંઆની લારી શરૂ કરી હાલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.