આજથી શહેરમાં રિક્ષા મીટર ફરજિયાત!
અમદાવાદ પોલીસના જાહેરનામાંનું પાલન અનિવાર્ય!
.png)
અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા ચાલકો માટે ઓટો રિક્ષા મીટર ફરજિયાત!
અમદાવાદ પોલીસના જાહેરનામાં બાદ રિક્ષા ચાલકોમાં બેવડો પ્રતિસાદ!
અમદાવાદના મીડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ રિક્ષા ચાલક સંઘ અને યુનિયનના વિવિધ લોકો તથા અનેક રિક્ષા ચાલકોનો આ મુદ્દા પર બેવડો પ્રતિસાદ જોવા મળ્યો છે.
ઘણા રિક્ષા ચાલકો કહે છે કે પોલીસ કમિશનરના જાહેરનામાં બાદ અમે પાલન કરવા સહમત છીએ.
તથા ઘણા લોકો કહે છે કે લોકો મીટરથી બેસવા તૈયાર હોતા નથી તો મીટર લગાવવાનો શું ફાયદો.
ઘણા રિક્ષા ચાલકોનું મંતવ્ય એવું છે પ્રાઇવેટ કેબ ટેક્સી અને રેપીડો બાઇક કેબ જેવી સર્વિસોના લીધે તેઓના ધંધા ઓછા થઈ ગયા છે. તેઓના વાહનમાં મીટર હોતા નથી. તો પણ લોકો રકમ આપી દે છે.
ઘણા લોકો ઉચ્ચક રકમ નક્કી કરીને બેસે છે. તો ઘણા લોકો શેરિંગ ઓટોમાં બેસવું પસંદ કરે છે. આવા સંજોગોમાં તેઓ શું કરે તેવી મૂંઝવણ છે.
પોલીસના જાહેરનામાં બાદ આજે તારીખ 1 જાન્યુઆરી 2025થી મીટર ફરજિયાત કરેલ છે. જે લોકો આ નિયમનો ઉલંઘન કરશે તેમની પર શું કાર્યવાહી કરાશે તે જોવું રહ્યું!