પાંજરાપોળ ફલાયઓવર બનશે કે કેમ ?
હાઇકોર્ટ દ્વારા ચુકાદો અનામત રખાયો.
.png)
પાંજરાપોળ જંકશન પર બનનાર ફ્લાયઓવર મુદ્દે PIL પર હાઇકોર્ટનો ચુકાદો અનામત રખાયો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિવાદિત પાંજરાપોળ ફ્લાયઓવર પ્રોજેક્ટ અને તેને પડકારતી જાહેર હિતની અરજી આ તમામની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ચિફ્ જસ્ટિસ દ્વારા અનામત રખાયો છે.
અરજી કરનાર પક્ષે માર્ગમાં રહેલા પ્રાચીન વૃક્ષ, અમદાવાદનો ગ્રીન કવર એરિયા, પબ્લિક સેફ્ટી અને જાહેર હિતને ધ્યાનમાં લઈ કોઈ પણ સંજોગે અહિં ફલાયઓવર ન બનવા દેવા માટે અરજી કરેલ હતી.
તથા વધુમાં અરજદાર પક્ષે કહ્યું હતું કે 2012થી ક્રમશ: જોઈએ તો પાંજરાપોળ જંકશન પર સતત ઘટાડો નોંધાયો છે. તથા અમદાવાદમાં આમ પણ ગ્રીન કવર ઓછું છે, ફલાય ઓવર બનશે તો પ્રાચીન વૃક્ષો કપાશે, ગીચતા વધશે અને પર્યાવરણને સીધું નુકશાન થશે.
જ્યાં તમામ સુનાવણી બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો.