Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

મેટ્રોની ટિકિટ હવે જાતે જ બૂક કરી શકાશે!

GMRC દ્વારા અવેલેબલ કરાઈ એપ.

અમદાવાદ મેટ્રોમાં રોજ મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર! કેમ કે હવે મેટ્રોમાં મુસાફરી કરવી બનશે સાવ સરળ!

કઈ રીતે ?

હવે ટિકિટ લેવા માટે મેટ્રો સ્ટેશન પહોંચીને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. GMRC દ્વારા શરૂ કરાઈ અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ) એપ.

આ એપ્લિકેશનથી હવે મુસાફરી કરવા વાળા તમામ લોકો જાતે જ મોબાઇલમાં એપના માધ્યમથી ટિકિટ બૂક કરી શકશે.

ચાલો જાણીએ કેવી રીતે ?

સ્ટેપ 1 : સૌ પ્રથમ મોબાઈલમાં Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી.

સ્ટેપ 2 : મોબાઈલ નંબર એન્ટર કરી સાઇન ઇન કરવું. સાઇન ઇન કરતાં જ book ટિકિટ / view ટિકિટ / fare inquiry / સહિતના ઓપ્શન વાળું ડેશબોર્ડ ઓપન થશે.

સ્ટેપ 3 : book ટિકિટનું ઓપ્શન સિલેકટ કરવું. તમે ક્યાં સ્ટેશને છો અને ક્યાં જવાનું છે તે વિષયક માહિતી ઉમેરવી.

સ્ટેપ 4 : એક કે એક કરતાં વધાર ટિકિટ લેવી છે તે સિલેક્ટ કરી કન્ફર્મ કરવું. ( એક સાથે 9 ટિકિટ સુધી લઈ શકાશે)

સ્ટેપ 5 : પેમેન્ટ કરવું ( UPI તેમજ ડેબિટ/ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે ).

પેમેન્ટ થઈ જતાં જ ડેશબોર્ડ પર ટિકિટ શો થશે. જે scan કરીને સ્ટેશન પ્લેટફોર્મ સુધી જઈ શકાશે. અને મેટ્રોમાં સરળતાથી લાઇનમાં ઊભા રહેવાનો સમય બચાવી શકાશે.

આ એપ્લિકેશનમાં રહેલી બીજી સુવિધાઓ :

-ભૂતકાળમાં કરેલી ટ્રીપ્સ(એક્ટિવ ટ્રીપ્સ/પાસ્ટ ટ્રીપ્સ) જોઈ શકાશે. 
-fare inquiry બંને સ્ટેશનોના નામ ઉમેરી એપ્લિકેશનમાં જ ભાડું જોઈ શકાશે. 
-મેટ્રોનો ટાઈમ ટેબલ જોઈ શકાશે. 
-સ્ટેશન લિસ્ટ જોઈ શકાશે. 
-મેટ્રોમેપ જોઈ શકાશે.

આ એપ્લિકેશનથી મુસાફરી કરતાં વિધાર્થીઓ તેમજ અપડાઉન કરતાં લોકોને ઘણો ફાયદો થશે. 
આ એપની મદદથી છૂટા પૈસાની માથાકૂટ, કેશ રાખવા જેવી બાબતોથી છુટકારો મળશે. 
આ સાથે સાથે ટિકિટમાં વપરાતા કાગળનો પણ બચાવ થશે.

એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા લોકો ગૂગલ પ્લે સ્ટોર પરથી આ લિન્કના માધ્યમથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે.

https://play.google.com/store/apps/details?id=com.gujaratmetrorail.gmrcamddigitalticketing
 

Published by: Kunal Solanki
Published on: Dec 18, 2024
2 LIKE
SHARE
45 VIEWS

MORE NEWS