શિવરંજની પાસે મોડી રાત્રે થયો અકસ્માત
નશામાં ધૂત 4 યુવકોએ સર્જ્યો હતો અકસ્માત.
આજે 23 ડિસેમ્બર સોમવારે 3 AM આસપાસ શિવરંજની વિસ્તારમાં થયો કાર અકસ્માત.
નશામાં ધૂત લોકોની કાર ઝાંસી કી રાણી તરફથી પૂરપાટ ઝડપે આવી અને શિવરંજની પાસે ડીવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ ગતિ વધુ હોવાથી ત્યાં આજુબાજુમાં ઉભેલા વાહનો સાથે પણ અથડાઈ હતી.
અકસ્માત બાદ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને કાર લઈને ભાગી જતા, અકસ્માત કરનાર લોકોને પકડી પાડ્યા, કારમાં 4 લોકો હતા. જેમાંથી 1 ત્યાંથી જ ફરાર થઈ ગયો હતો.
આ તમામને સેટેલાઈટ પોલીસને હવાલે કરાયા હતા.
મોડી રાત્રે અકસ્માત થયો હોવાથી આસપાસ કોઇ હતું નહીં. જેથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.